
આસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોશેટે કહ્યું સાઉથ આફ્રિકા સામેની હાર બાદ બદલાઈ જશે ટીમ ઈન્ડિયા સંજુ સેમસન આગામી દિવસોમાં ચર્ચાનો વિષય બનશે અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામે મળેલી કારમી હારથી ટીમ ઈન્ડિયાની રણનીતિ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની સુપર ૮ મેચમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે ૭૬ રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો.T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ ભારતની સૌથી મોટી હાર છે. આ હાર બાદ ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે અને જે નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે સંજુ સેમસન છે.
મેચ પછી આસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોશેટે મીડિયા સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે સંજુ સેમસનનું નામ આગામી દિવસોમાં ચોક્કસપણે ચર્ચામાં રહેશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ટીમે છેલ્લા ૧૮ મહિનામાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ પર આધાર રાખવો જાેઈએ કે પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરીને સેમસનને તક આપવી જાેઈએ, ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે સંજુ સેમસન આગામી દિવસોમાં ચર્ચાનો વિષય બનશે.
ટીમ ઇન્ડિયાના આસિસ્ટન્ટ કોચનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઘણી ટીમો ટોચના ક્રમ સામે પાર્ટ-ટાઇમ ઓફ-સ્પિનર્સનો ઉપયોગ કરી રહી છે અને ભારતની બેટિંગ લાઇન-અપ દબાણમાં હોય તેવું લાગે છે.
કોચે એ પણ ખુલાસો કર્યો કે યુવા ઓપનર અભિષેક શર્મા ફૂડ પોઇઝનિંગ સામે ઝઝૂમી રહ્યો હતો અને સતત ત્રણ વખત શૂન્ય પર આઉટ થયા પછી માનસિક દબાણમાં હતો. તેમણે કહ્યું કે તે અભિષેક કે તિલક માટે બહાનું બનાવી રહ્યો નથી, પરંતુ જ્યારે કોઈ ખેલાડી સતત ત્રણ વખત શૂન્ય આઉટ થાય છે ત્યારે દબાણ વધવું સ્વાભાવિક છે. ભારતની હારથી સેમિફાઇનલમાં ભારતની એન્ટ્રી મુશ્કેલ બની ગઈ છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ મહત્વપૂર્ણ ર્નિણયો લેવા માટે તૈયાર દેખાય છે. હવે બધાની નજર સંજુ સેમસનને આગામી મેચમાં તક આપવામાં આવશે કે કેમ તેના પર છે.




