
ભારતે ACC મેન્સ અંડર-19 એશિયા કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. UAEમાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવ્યું હતું. ટીમની જીતમાં સૌથી મોટો ફાળો 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ આપ્યો હતો. તેણે માત્ર 36 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 67 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.