
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર સાથે ગઈકાલે ગ્વાલિયરમાં દેશના પ્રથમ જીઓ સાયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ ધનખરે મ્યુઝિયમના એન્ટ્રી ગેટ પર રિબન કાપીને દેશના અતિ આધુનિક જીઓ સાયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ અનોખી ભેટ માટે ગ્વાલિયરના લોકોને પણ અભિનંદન પાઠવ્યા છે. દેશનું આ અતિ આધુનિક જીઓ સાયન્સ મ્યુઝિયમ ગ્વાલિયરના ઐતિહાસિક મહારાજ બડા પર હેરિટેજ બિલ્ડિંગ વિક્ટોરિયા માર્કેટમાં આવેલું છે. મ્યુઝિયમની મુલાકાત લેતી વખતે, ઉપરાષ્ટ્રપતિએ ભૂસ્તરશાસ્ત્ર સંબંધિત ફોટોગ્રાફ્સ, કલાકૃતિઓ અને માહિતી જોઈ અને પ્રશંસા કરી.