પુલવામા હુમલાની આજે પાંચમી વરસી છે. વર્ષ 2019માં 14મી ફેબ્રુઆરીએ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. આ આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકવાદી હુમલાના શહીદોને યાદ કર્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે દેશ તેમના બલિદાનને હંમેશા યાદ રાખશે.
પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી
પીએમ મોદીએ પોતાના ‘X’ એકાઉન્ટ પર લખ્યું, ‘હું પુલવામામાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આપણા રાષ્ટ્ર માટે તેમની સેવા અને બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે.”
14 ફેબ્રુઆરી 2019 ના રોજ થયેલા આતંકવાદી હુમલાથી સમગ્ર દેશ હચમચી ગયો હતો. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળોના વાહનોને નિશાન બનાવ્યા હતા, જેમાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા.
જેમાં 40 જવાનો શહીદ થયા હતા
એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનને સીઆરપીએફની બસ સાથે ટક્કર મારી હતી, જેના પગલે વિસ્ફોટમાં ફોર્સના 40 જવાનો શહીદ થયા હતા. આ બસ જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કાફલાનો ભાગ હતી. જવાબમાં, ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરી, 2019 ના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પોને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો.