
AMC ફટકારશે નોટિસ.અમદાવાદમાં હવે દરેક બિલ્ડિંગ કે રોડની બહાર વાહનો પાર્ક નહીં કરી શકો.અમદાવાદ શહેરમાં વધતી રહેલી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળે તે માટે મહાનગર પાલિકા સક્રિય થયું છે.અમદાવાદમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સતત વધી રહી છે. તેવામાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સિલસિલામાં શહેરની અંદર દરેક બિલ્ડિંગ કે એપાર્ટમેન્ટની બહાર, રોડ કે ફૂટપાથ પર વાહનો પાર્ક કરી શકાશે નહીં. હાઈકોર્ટના આદેશ બાદ મનપાએ બે દિવસમાં ૩૮૪ નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે અમદાવાદમાં અનેક એપાર્ટમેન્ટની બહાર રોડ પર વાહનો પાર્ક કરવામાં આવે છે. શહેરમાં અનેક રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગમાં અંદરની તરફ પાર્કિંગ વ્યવસ્થા ન હોવાને કારણો લોકો રસ્તા પર કે બહારની તરફ વાહનો પાર્ક કરે છે. જેથી ત્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
હવે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એએમસીએ બિલ્ડિંગની બહાર કે રોડ પર વાહનો પાર્ક ન કરવાની સૂચના આપી છે. કોર્પોરેશન દ્વારા તમામ હાઉસિંગ સોસાયટી એસોસિએશન, સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, બિલ્ડિંગના માલિકો અને વપરાશકારોને નિયમ મુજબ પાર્કિંગ સોસાયટી કે બિલ્ડિંગના પ્રિમાઈસીસની અંદર કરવાની સૂચના આપી છે. જાે તેનો અમલ નહીં થાય તો એએમસી નોટિસ ફટકારશે. અમદાવાદ શહેરમાં ઘણી એવી બિલ્ડિંગો છે જેની અંદર પાર્કિંગની સુવિધા નથી. જેથી ત્યાં લોકો બહારની તરફ પાર્કિંગ કરે છે. બિલ્ડિંગનમાં આગળની તરફ માલસામાન મુકી દબાણ ન થાય તેમજ પાર્કિંગને નડતરરૂપ દબાણો હટાવી ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવાની રહેશે.




