કેલિફોર્નિયાના સાન માટોમાં ભારતીય મૂળનો એક પરિવાર શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતકોમાં કેરળના એક પરિવારના ચારનો સમાવેશ થાય છે. જેમાં પતિ-પત્ની અને તેમના બે માસુમ બાળકોનો સમાવેશ થતો હતો. પોલીસને હત્યા-આત્મહત્યાની શંકા છે. મોત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બે જોડિયા બાળકો સહિત ચાર જણના ભારતીય-અમેરિકન પરિવાર 13 ફેબ્રુઆરીના રોજ કેલિફોર્નિયાના સાન માટિયોમાં તેમના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા, પોલીસે જણાવ્યું હતું.
એક નિવેદનમાં, સાન માટો પોલીસ વિભાગે જણાવ્યું હતું કે પીડિતોમાંથી બેને ગોળી વાગી હતી, જ્યારે અન્ય બેના મૃત્યુનું કારણ હજુ અજ્ઞાત છે. પીડિતોની ઓળખ આનંદ સુજીત હેનરી (42), તેની પત્ની એલિસ પ્રિયંકા (40) અને તેમના જોડિયા બાળકો તરીકે કરવામાં આવી છે.
‘મૃત્યુના કારણની તપાસ ચાલી રહી છે’
માહિતી આપતા સાન માટિયો પોલીસે કહ્યું, “દુઃખની વાત છે કે, બંને બાળકો તેમના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેના મૃત્યુનું કારણ હજુ તપાસ હેઠળ છે. બાથરૂમની અંદર ગોળી વાગવાથી પતિ-પત્ની બંનેના મોત થયા હતા. સાન માટો પોલીસે જણાવ્યું હતું કે, બાથરૂમમાંથી લોડેડ 9 એમએમ હેન્ડગન અને એક મેગેઝિન પણ મળી આવ્યું હતું. જ્યારે પ્રારંભિક શંકા કાર્બન મોનોક્સાઇડ લીક થવા તરફ નિર્દેશ કરે છે. પરંતુ હજુ સુધી અધિકારીઓને ઘરમાં ગેસ લીકેજ કે ખામીયુક્ત ઉપકરણોના કોઈ પુરાવા મળ્યા નથી.