
સસ્તા વિદેશી શ્રમિકોની આયાતથી અમેરિકન નાગરિકોને નુકસાન થતું હોવાની દલીલ H1B વિઝા પ્રોગ્રામને બંધ કરવા US સાંસદે બિલ રજૂ કર્યું.ફ્લોરિડામાંથી રિપબ્લિકન પ્રતિનિધિ ગ્રેગ સ્ટુબે ‘એન્ડિંગ એક્સપ્લોઇટેટિવ ઇમ્પોર્ટેડ લેબર એક્ઝેમ્પશન એક્ટ અથવા એક્ઝાઇલ એક્ટ’ નામનું આ બિલ રજૂ કર્યું.અમેરિકામાં પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના એક સાંસદે એચ-વનબી વિઝા પ્રોગ્રામને બંધ કરવા માટેનું એક બિલ રજૂ કર્યું છે. તેમણે દલીલ કરી છે કે કંપનીઓ આ પ્રોગ્રામનો દુરુપયોગ કરે છે અને અમેરિકામાં સસ્તા વિદેશી મજૂરોની આયાત કરે છે. H-1B વિઝા પ્રોગ્રામના ૮૦ ટકાથી વધુ લાભાર્થીઓ ભારતીય અથવા ચીની નાગરિકો છે.ફ્લોરિડામાંથી રિપબ્લિકન પ્રતિનિધિ ગ્રેગ સ્ટુબે ‘એન્ડિંગ એક્સપ્લોઇટેટિવ ઇમ્પોર્ટેડ લેબર એક્ઝેમ્પશન એક્ટ અથવા એક્ઝાઇલ એક્ટ’ નામનું આ બિલ રજૂ કર્યું છે. તેમાં H-1B વિઝા પ્રોગ્રામનો અંત લાવી ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી ધારામાં સુધારા કરવાની જાેગવાઈ છે. સ્ટુબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકન નાગરિકોના કલ્યાણ અને સમૃદ્ધિના ભોગે વિદેશી શ્રમિકોને પ્રાથમિકતા આપવી તે આપણા મૂલ્યો અને રાષ્ટ્રીય હિતોને નબળા પાડે છે.
અમેરિકન શ્રમિકો અને યુવાનોને H-1B વિઝા પ્રોગ્રામને કારણે નોકરી મળતી નથી. આ પ્રોગ્રામ અમેરિકાના શ્રમિકોના ભોગે કંપનીઓ અને વિદેશી સ્પર્ધકોને ફાયદો કરાવે છે. આપણે બિન-નાગરિકોને નોકરીઓ આપીને આપણા બાળકોના અમેરિકન ડ્રીમને સાકાર કરી શકીશું નહીં. H-1B વિઝાથી અમેરિકન શ્રમિકોને કેવી રીતે ગેરલાભ થાય છે તેના ઉદાહરણો આપતા નિવેદનમાં જણાવ્યું હતું કે વિઝા પ્રોગ્રામે ૫,૦૦૦થી વધુ વિદેશી મૂળના ડોકટરોના આગમનને કારણે ૧૦,૦૦૦થી વધુ યુએસ ડોક્ટરોને રેસિડેન્સી પ્રોગ્રામ્સનો લાભ મળ્યો ન હતો. ૨૦૨૫માં ૯,૦૦૦થી વધુ H-1B વિઝાની મંજૂરી પછી માઇક્રોફ્ટમાં ૧૬,૦૦૦થી કર્મચારીઓની છટણી થઈ હતી. ડિઝનીએ ૨૦૧૫માં ૨૫૦ કર્મચારીઓને છૂટા કરી તેમની જગ્યાએ H-1B વિઝા પ્રોગ્રામથી આવેલા વિદેશી કામદારોને નોકરી પર રાખ્યાં હતાં. અમેરિકામાં નોકરી કરવા અને રહેવા મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલો H-1B વિઝાનો ઉપયોગ કરે છે.




