
કેન્દ્ર સરકારનો મોટો ર્નિણય.પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ૨૦૨૪ સુધી આવેલા લોકોને ભારતમાં રહેવાની મંજૂરી
અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક અત્યાચારને કારણે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી ભારત આવેલા લઘુમતીઓ પાસપોર્ટ-વિઝા વિના રહી શકશ.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે ધાર્મિક ઉત્પીડનથી બચવા માટે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ભારત આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ ધર્મના લોકોને પાસપોર્ટ કે અન્ય યાત્રા દસ્તાવેજાે વગર પણ દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, પાછલા વર્ષે લાગૂ થયેલ નાગરિકતા (સંશોધન) અધિનિયમ (ઝ્રછછ) અનુસાર ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ કે તે પહેલા ભારત આવેલા આ અલ્પસંખ્યકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.
તાજેતરમાં લાગુ કરાયેલા ઇમિગ્રેશન અને વિદેશીઓ (નાગરિકતા) અધિનિયમ, ૨૦૨૫ હેઠળ જારી કરાયેલ આ મહત્વપૂર્ણ આદેશ મોટી સંખ્યામાં લોકોને, ખાસ કરીને પાકિસ્તાનથી હિન્દુઓને રાહત આપશે, જેઓ ૨૦૧૪ પછી ભારત આવ્યા હતા અને તેમના ભવિષ્ય વિશે ચિંતિત હતા.
ગૃહ મંત્રાલય દ્વારા જારી આદેશ અનુસાર અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના અલ્પસંખ્યક સમુદાય- હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ, જે ધાર્મિક ઉત્પીડન કે તેના ડરથી ભારતમાં શરણ લેવા માટે મજબૂર થયા અને ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ કે પહેલા પોતાના કાયદેસરના દસ્તાવેજાે વગર દેશમાં પ્રવેશ કર્યો, તેને કાયદેસર પાસપોર્ટ કે વીઝા રાખવાના નિયમમાં છૂટ આપવામાં આવશે.
આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે નેપાળ અને ભુતાનના નાગરિકોને ભારત આવવા-જવા કે અહીં રહેવા માટે પાસપોર્ટ અને વીઝાની જરૂર રહેશે નહીં, બસ તે ભારતની સરહદમાંથી પ્રવેશ કરે. આ વ્યવસ્થા પહેલાની જેમ યથાવત રહેશે. પરંતુ જાે કોઈ નેપાળ કે ભુતાનના નાગરિક ચીન, મકાઉ, હોંગકોંગ કે પાકિસ્તાનથી ભારત આવે છે તો તેના માટે માન્ય પાસપોર્ટ ફરજીયાત હશે.
આ રીતે ભારતીય નાગરિકોને પણ નેપાળ કે ભુતાનની સરહદથી ભારત આવવા-જવા માટે પાસપોર્ટ કે વીઝાની જરૂરિયાત નથી. પરંતુ તે નેપાળ કે ભુતાન સિવાય કોઈ અન્ય દેશથી ભારત પરત ફરે છે (ચીન, મકાઉ, હોંગકોંગ અને પાકિસ્તાનને છોડી) તો તેણે માન્ય પાસપોર્ટ દેખાડવો પડશે. તો ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાના કર્મીઓ જે ડ્યુટી પર ભારતમાં પ્રવેશ કે બહાર જઈ રહ્યાં છે, તથા તેમના પરિવારના સભ્યોને (જાે તે સરકારી પરિવહન સાથે યાત્રા કરી રહ્યાં હોય) પાસપોર્ટ કે વીઝાની જરૂર રહેશે નહીં.




