
હૂતીઓ પર આરોપસમુદ્રમાં કેબલ કાપી નાંખવામાં આવતા એશિયામાં અનેક જગ્યાએ ઈન્ટરનેટ ઠપ રાતા સમુદ્રની નીચે કેબલ કપાઈ જતાં ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યુ છે.
ભારત સહિત એશિયાના અમુક હિસ્સામાં આજે ૭ સપ્ટેમ્બરે રવિવારે ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ હતી. રાતા સમુદ્રની નીચે કેબલ કપાઈ જતાં ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યુ છે. આશંકા છે કે, આ કામ હૂતી વિદ્રોહીઓએ કર્યુ હશએ. પરંતુ તેમણે આ મામલે કોઈ હુમલો કર્યો હોવાનો ઈનકાર કર્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ઈન્ટરનેટ એક્સેસ પર નજર રાખતી કંપની નેટબ્લોક્સે જણાવ્યું હતું કે રાતા સમુદ્રમાં પાણીની અંદર કેબલના અનેક વિક્ષેપોને કારણે ઘણા દેશોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રભાવિત થઈ છે. જેમાં ભારત અને પાકિસ્તાન પણ સામેલ છે. કંપનીએ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક જીસ્ઉ૪ અને ૈંસ્ઈઉઈ કેબલ સિસ્ટમ્સ સંબંધિત ખામીની જાણ કરી છે.
અહેવાલ મુજબ, યમનના હૂતી બળવાખોરો રાતા સમુદ્રમાં આ કેબલ્સને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બળવાખોરોએ આ હુમલાની જવાબદારી લીધી નથી. તેણે આ હુમલો કર્યો હોવાનો ઈનકાર કર્યો છે. તેમજ આ કૃત્ય ઈઝરાયલ દ્વારા હાથ ધરાયુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હમાસ પર દબાણ લાવવા ઈઝરાયલે ષડયંત્ર રચ્યું છે. હૂતીઓએ આ અંગે સ્પષ્ટતા પોતાની સ્થાનિક મીડિયા ચેનલમાં આપી હતી.
સાઉદી અરેબિયા (UAE) માં ઇન્ટરનેટ યુઝર્સે ઈન્ટરનેટ ધીમુ પડ્યું હોવાની ફરિયાદ કરી હતી. પરંતુ સરકારે તાત્કાલિક ધોરણે આ વિક્ષેપને સ્વીકાર્યો ન હતો. માઇક્રોસોફ્ટે અહેવાલ આપ્યો હતો કે રાતા સમુદ્રમાં સબમરીન ફાઇબર કપાઈ જતાં પશ્ચિમ એશિયામાં ઇન્ટરનેટ ધીમું પડ્યું છે. આ લાઇનો એવા સમયે કાપવામાં આવી રહી છે જ્યારે યમનના હૂતી બળવાખોરો સતત ઇઝરાયલ પર હુમલો કરી રહ્યા છે. ૨૦૨૪ની શરૂઆતમાં યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારે આરોપ લગાવ્યો હતો કે હૂતીઓએ રાતા સમુદ્રમાં પાણીની અંદરના કેબલ પર હુમલો કરવાની યોજના બનાવી હતી. ઘણા કેબલ કાપવામાં આવ્યા હતા, પરંતુ હૂતીઓએ જવાબદારી નકારી કાઢી હતી.




