
અમેરિકા ટેન્શનમાં રશિયાએ ઝિરકોન હાઇપરસોનિક મિસાઈલ ટેસ્ટ કરતાં દુનિયા ચોંકી આ મિસાઇલની ગતિ અવાજની ગતિ કરતાં ૯ ગણી વધારે છે, જેને રોકવી લગભગ અશક્ય છે રશિયાએ ફરી એકવાર દુનિયાને પોતાની લશ્કરી તાકાતનો અનુભવ કરાવ્યો છે. લશ્કરી કવાયત દરમિયાન રશિયાએ તેના સૌથી ઘાતક હથિયારો પૈકી એક હાઇપરસોનિક ઝિર્કોન મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલની ગતિ અવાજની ગતિ કરતાં ૯ ગણી વધારે છે, જેને રોકવી લગભગ અશક્ય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મિસાઇલ કોઈપણ દેશનો નકશો બદલવાની ક્ષમતા ધરાવે છે. રશિયાએ રવિવારે આ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, અમે બેરેન્ટ્સ સમુદ્રમાં એક લક્ષ્ય પર ઝિર્કોન (ત્સિર્કોન) હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ છોડી હતી અને સુખોઈ સુ-૩૪ સુપરસોનિક ફાઇટર-બોમ્બર્સે બેલારુસ સાથે સંયુક્ત લશ્કરી કવાયતના ભાગ રૂપે હુમલા કર્યા હતા.
રશિયન સંરક્ષણ મંત્રાલયે સધર્ન ફ્લીટના એડમિરલ ગોલોવ્કો ફ્રિગેટ દ્વારા બેરેન્ટ્સ સમુદ્રમાં એક લક્ષ્ય પર ઝિર્કોન હાઇપરસોનિક મિસાઇલ છોડવામાં આવી રહી હોવાના ફૂટેજ જાહેર કર્યા હતા. ફૂટેજમાં જાેવા મળ્યું છે કે, ફ્રિગેટથી મિસાઈલ છોડવામાં આવી હતી અને પછી તે ક્ષિતિજ પર એક ખૂણા તરફ આગળ વધી હતી. મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે, વાસ્તવિક સમયમાં પ્રાપ્ત સર્વેલન્સ ડેટા અનુસાર, લક્ષ્ય સીધા પ્રહાર સાથે નાશ પામ્યું હતું.
મંત્રાલયે એમ પણ જણાવ્યું કે સધર્ન ફ્લીટના મિશ્ર ઉડ્ડયન કોર્પ્સના લાંબા અંતરના એન્ટિ-સબમરીન વિમાનો આ કવાયતમાં સામેલ હતા. ઉપરાંત, જીે-૩૪ ના ક્રૂએ જમીન પરથી બોમ્બમારોનો અભ્યાસ પણ કર્યો હતો.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયા અને બેલારુસ વચ્ચે ઝાપડ-૨૦૨૫ અથવા પશ્ચિમ સંયુક્ત વ્યૂહાત્મક કવાયત ૧૨ સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી, જેનો હેતુ રશિયા અથવા બેલારુસ પર હુમલાની સ્થિતિમાં લશ્કરી કમાન્ડ અને સંકલનમાં સુધારો કરવાનો હતો. મોસ્કો અને મિન્સ્કે સ્પષ્ટતા કરી હતી કે આ કવાયતો સંપૂર્ણપણે રક્ષણાત્મક છે અને કોઈપણ નાટો સભ્ય પર હુમલો કરવાનો કોઈ ઇરાદો નથી. જાેકે, ૯-૧૦ સપ્ટેમ્બરના રોજ પોલેન્ડમાં રશિયન ડ્રોનના ઘૂસણખોરી પછી યુએસની આગેવાની હેઠળના લશ્કરી જાેડાણે ઇસ્ટર્ન સેન્ટ્રી ઓપરેશનની જાહેરાત કરી હતી.
તમને જણાવી દઈએ કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ૨૦૧૯ માં કહ્યું હતું કે ઝિર્કોન મિસાઇલ અવાજની ગતિ કરતા ૯ ગણી ઝડપથી ઉડી શકે છે અને ૬૦૦ માઇલથી વધુ અંતરે સમુદ્ર અને જમીન પર લક્ષ્યોને નષ્ટ કરશે.
રશિયન મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયામાં ૩સ્૨૨ ઝિર્કોન અને નાટોમાં જીજી-દ્ગ-૩૩ તરીકે ઓળખાતી આ મિસાઇલની રેન્જ ૪૦૦ થી ૧,૦૦૦ કિલોમીટર છે, અને તેનું વોરહેડ વજન લગભગ ૩૦૦-૪૦૦ કિલોગ્રામ છે.




