
કામગીરી સરળ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય.આણંદમાં આશા વર્કર બહેનોએ રામધૂન બોલાવીને નોંધાવ્યો અનોખો વિરોધ.આશાવર્કર બહેનોએ ટેકોની કામગીરી માટે મોબાઇલ સુવિધા આપવાની માંગ કરી છ.આણંદ જિલ્લામાં આજે આશા વર્કર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મોટી સંખ્યામાં એકઠી થયેલી આશાવર્કર બહેનોએ કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવીને સરકાર અને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. આ આંદોલનનો મુખ્ય હેતુ તેમની લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ પર ધ્યાન ખેંચવાનો હતો. આશાવર્કર બહેનોએ ટેકોની કામગીરી માટે મોબાઇલ સુવિધા આપવાની માંગ કરી છે.
તેમના કહેવા મુજબ, આધુનિક સમયમાં કામગીરી સરળ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય છે અને તેના માટે જરૂરી સાધનો પૂરા પાડવા જાેઈએ. આ ઉપરાંત તેમની મુખ્ય અને સૌથી મોટી માંગણી સમાન કામ, સમાન વેતનની છે. આશાવર્કરોનું કહેવું છે કે તેઓ સમાન કામગીરી કરે છે. પરંતુ તેમને તેના પ્રમાણમાં યોગ્ય મહેનતાણું મળતું નથી. તેમણે સરકાર પાસે તેમના કામનું યોગ્ય મૂલ્યાંકન કરીને યોગ્ય વેતન આપવાની માંગ કરી છે.
આ વિરોધ પ્રદર્શન બાદ આશાવર્કર બહેનોના પ્રતિનિધિમંડળે કલેક્ટર કચેરીના ચીટનીશને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં તેમની તમામ માંગણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આશાવર્કરોએ ચીમકી ઉચ્ચારી છે કે જાે તેમની માંગણીઓ પર ઝડપી અને યોગ્ય ર્નિણય લેવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવશે. આ ઘટનાએ ગ્રામીણ આરોગ્ય સેવાઓમાં ફાળો આપતી આશાવર્કર બહેનોની સમસ્યાઓને ફરી એકવાર પ્રકાશમાં લાવી છે.




