
દુર્ગંધ અને ગંદકીના કારણે રોજિંદી જિંદગી મુશ્કેલ બની ગઈ છે.વડોદરાના ચાંપાનેર દરવાજા પાસે ગટર ઉભરાવાની સમસ્યાથી રહીશો પરેશાન.રહીશોનું કહેવું હતું કે કોર્પોરેશનને ઘણી વખત લેખિત તથા ઓનલાઈન રજૂઆતો કરવા છતાં હજી સુધી કોઈ સમાધાન લાવવામાં આવ્યું નથી.વડોદરા શહેરના ચાંપાનેર દરવાજા પાસે આવેલી કન્યા શાળાની સામે પ્રેસવાલાની ચાલીમાં છેલ્લા બે મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે. સતત ગટરનું પાણી રસ્તા પર ફરી વળતા તેમજ ઘરોમાં બેક મારતા સ્થાનિક રહીશો ભારે પરેશાન થઈ ગયા છે.
દુર્ગંધ અને ગંદકીના કારણે રોજિંદી જિંદગી મુશ્કેલ બની ગઈ છે. આજરોજ સમસ્યાથી ત્રસ્ત રહીશો કોર્પોરેશનની વોર્ડ નંબર ૧૪ ની કચેરી ખાતે ઘસી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. રહીશોનું કહેવું હતું કે કોર્પોરેશનને ઘણી વખત લેખિત તથા ઓનલાઈન રજૂઆતો કરવા છતાં હજી સુધી કોઈ સમાધાન લાવવામાં આવ્યું નથી. કોર્પોરેશનના કર્મચારીઓ આવીને નિરીક્ષણ કરી જાય છે પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવી રહ્યો નથી. ગટરના પાણીના કારણે બાળકો અને વૃદ્ધોને સૌથી વધુ તકલીફો ભોગવવી પડી રહી છે. ગટરના પાણીથી ફેલાતી દુર્ગંધ અને ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધી રહી છે. વરસાદી માહોલમાં આ પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. તેઓએ કોર્પોરેશન સામે ગુસ્સો વ્યક્ત કરતા તાત્કાલિક કામગીરીની માંગણી કરી હતી. કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે આજે આ અંગે રહીશો તરફથી રજૂઆત મળી છે. સ્થળ પર જઈ જરૂરી કામગીરી હાથ ધરાશે.




