
છ મહિનામાં રૂ.૧૫૦૦ કરોડનું ફ્રોડ૩૦,૦૦૦થી વધુ લોકો બન્યા ઓનલાઇન રોકાણ કૌભાંડનો શિકારઆશ્ચર્યજનક બાબત એ છે કે તેમાંથી ૬૫% કેસ બેંગલુરુ, દિલ્હી-એનસીઆર અને હૈદરાબાદમાં થયા છગૃહ મંત્રાલયની સાયબર શાખાએ ઓનલાઇન રોકાણ ફ્રોડ અંગે એક અહેવાલ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ, છેલ્લા ૬ મહિનામાં ભારતના ૩૦,૦૦૦થી વધુ લોકો સાથે રોકાણના નામે ૧૫૦૦ કરોડ રૂપિયાની નાણાકીય છેતરપિંડી થઈ છે. જે લોકો કૌભાંડનો શિકાર બન્યા છે, તેમાં સૌથી વધુ ૩૦થી ૬૦ વર્ષની વયના હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે તેમાંથી ૬૫% કેસ બેંગલુરુ, દિલ્હી-એનસીઆર અને હૈદરાબાદમાં થયા છે.
ભારતીય સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર(ૈં૪ઝ્ર)ના અહેવાલ મુજબ, આ છેતરપિંડીના ૬૫ ટકા કેસ માત્ર ત્રણ મહાનગરો – બેંગલુરુ, દિલ્હી-એનસીઆર અને હૈદરાબાદમાં નોંધાયા છે.
કુલ નાણાકીય નુકસાનમાં બેંગલુરુનો હિસ્સો સૌથી મોટો છે, જે કુલ નુકસાનના એક-ચતુર્થાંશ એટલે કે ૨૬.૩૮% જેટલો છે. આ શહેરો સાયબર અપરાધીઓ માટે અજાણ રોકાણકારોને નિશાન બનાવવાના મુખ્ય કેન્દ્રો બની ગયા છે. જ્યારે દિલ્હીમાં પ્રતિ વ્યક્તિ સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં પીડિતોને સરેરાશ ૮ લાખનું નુકસાન થાય છે.
રિપોર્ટ કરાયેલા કૌભાંડો મોટી રકમ સાથે જાેડાયેલા છે, જેમાં દરેક પીડિતને સરેરાશ લગભગ ?૫૧.૩૮ લાખનું મોટું નુકસાન થયું છે. આ દર્શાવે છે કે આ રોકાણ યોજનાઓ જટિલ છે અને વ્યક્તિગત નાણાં માટે મોટો ખતરો ઊભો કરે છે.
રિપોર્ટનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું છે કે જે લોકો ફ્રોડથી પ્રભાવિત થયા છે, તેમાંના મોટાભાગના કામકાજી વય જૂથના છે. આંકડાઓ અનુસાર, સ્કેમર્સે ૩૦થી ૬૦ વર્ષની વયના લોકોને રોકાણના નામે સૌથી વધુ ઠગ્યા છે. ઠગાયેલા લોકોમાં આ વયના લોકોની સંખ્યા ૭૬ ટકાથી વધુ છે. ઠગ લોકો જાણે છે કે આર્થિક રીતે સક્ષમ લોકોમાં નાણાકીય આકાંક્ષાઓ હોય છે અને સ્કેમર્સ આનો જ ફાયદો ઉઠાવે છે.
વરિષ્ઠ નાગરિકોને પણ ઝડપથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેમાંથી ૮.૬૨% અથવા લગભગ ૨૮૨૯ લોકો ૬૦ વર્ષથી વધુ વયના છે.
સાયબર અપરાધીઓ કૌભાંડો માટે વિવિધ ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરે છે, જેમાં મેસેજિંગ એપ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મુખ્ય છે. રિપોર્ટ મુજબ, ટેલિગ્રામ અને વોટ્સએપ જેવી મેસેજિંગ એપ્સ લગભગ ૨૦% કેસ માટે જવાબદાર છે. તેમની એન્ક્રિપ્ટેડ પ્રકૃતિ અને ગ્રૂપ બનાવવાની સરળતાને કારણે તે સ્કેમર્સ માટે આકર્ષક છે.
જ્યારે, લિંક્ડઇન અને ટ્વિટર જેવા ઔપચારિક વ્યાવસાયિક નેટવર્કનો ઉપયોગ ઘણો ઓછો એટલે કે માત્ર ૦.૩૧% ઘટનાઓમાં થાય છે. અપરાધીઓ અનૌપચારિક અને સીધા સંદેશા મોકલનારા માધ્યમોને પ્રાધાન્ય આપે છે.




