
અમદાવાદમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.સોલા સિવિલમાં હિટસ્ટ્રોકના દર્દીઓ વધ્યા, રોજના ૮થી ૧૦ કેસ નોંધાયા.હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.અમદાવાદમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આગ ઝરતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં ૪૪ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાતા લોકોના સ્વાસ્થ્ય પર અસર થવા પામી છે. ગરમીમાં હિટ સ્ટ્રોક અને લૂ લાગવા સહિતના બનાવો સામે આવી રહ્યાં છે. આરોગ્ય તંત્ર દ્વારા હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગરમીને કારણે રોડ પર પસાર થતા વાહન ચાલકો પણ પરેશાન થયાં છે.
શહેરની સોલા સિવિલ હોસ્પિટલના RMO ડૉ દેવાંગ શાહે જણાવ્યુ હતું કે, સોલા સિવિલમાં હિટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. સોલા સિવિલમાં રોજ ૮થી ૧૦ જેટલા દર્દીઓ હિટ સ્ટ્રોકની સારવાર માટે આવી રહ્યાં છે. ગરમીને કારણે લોકોમાં ડિહાઈડ્રેશનનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, શહેરનું તાપમાન આજે ૪૪ ડિગ્રીને પાર પહોંચતા અમદાવાદીઓ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જાેવા મળી રહ્યાં છે.આરોગ્ય વિભાગે કાળઝાળ ગરમીમાં બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જણાવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં ૪૩.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.આગામી ૪૮ કલાક હિટવેવની અગાહી કરવામાં આવી છે.પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમી ગરમ પવનોને કારણે રાજ્યમાં ગરમીનું જાેર વધ્યું છે. આગામી બે દિવસ સુધી ગરમીનો પારો ઊંચો રહેશે. આવતીકાલે સમગ્ર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે.





