
સોશિયલ મીડિયા પર તસવીર વાઈરલઅમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચાલુ કાર્યક્રમમાં ઊંઘતા ઝડપાયાઆ તસવીર વાયરલ થતા કેલિફોર્નિયાના ગવર્નર ગેવિનની ઓફિસે ટ્રમ્પની મજાક ઉડાવી હતીઅમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં એક કાર્યક્રમમાં ઊંઘતા ઝડપાયા હતા. અમેરિકન મીડિયા સહિત સોશિયલ મીડિયા પર ટ્રમ્પ ઊંઘતા હોય તેવી તસવીર વાયરલ થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ વ્હાઈટ હાઉસમાં એક પત્રકાર પરિષદમાં વજન ઘટાડતી દવાઓની કિંમતોમાં કાપની જાહેરાત કરાઈ રહી હતી તે સમયે પ્રમુખ ટ્રમ્પ આંખો બંધ કરીને ઝોકે ચઢી ગયા હતા.તેમની આંખો કયારેક બંધ, ક્યારેક ખુલ્લી થતી દેખાતી હતી.
આ તસવીર વાયરલ થતા કેલિફોર્નિયાના ગવર્નર ગેવિનની ઓફિસે ટ્રમ્પની મજાક ઉડાવી હતી. તેમણે ટ્રમ્પની તસવીરો પોસ્ટ કરતા લખ્યું, ‘ઊંઘમાં ડૂબેલા ડોન પાછા આવી ગયા છે.’ જાેકે, આ અંગે વ્હાઈટ હાઉસના પ્રવક્તા ટેલર રોજર્સે કહ્યું, આ કાર્યક્રમ સમયે પ્રમુખ ઊંઘી નહોતા રહ્યા. તેમણે આ જાહેરાત સમયે ભાષણ પણ આપ્યું હતું અને મીડિયાના સવાલોના જવાબ પણ આપ્યા હતા.




