
ફેક પ્રોફાઇલ દ્વારા પરિવારને નિશાન બનાવ્યો,સાઉથની અભિનેત્રી અનુપમા પરમેશ્વરનનું થયું સાયબર બુલિંગ!અનુપમા પરમેશ્વરનના કરિયરની વાત કરીએ તો, આ વર્ષે તે ‘જાનકી વર્સિસ સ્ટેટ ઓફ કેરળ’માં જાેવા મળી હતી.સાઉથની ફેમસ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન લાંબા સમયથી સાયબર બુલિંગનો સામનો કરી રહી હતી. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ વિશે વિગતવાર માહિતી આપી છે. જાેકે, જ્યારે તેને સાયબર બુલિંગ કરનાર વ્યક્તિ વિશે જાણ થઈ, ત્યારે તે ચોંકી ગઈ હતી.
અનુપમાએ આજે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે- ‘થોડા દિવસો પહેલાં મને ખબર પડી કે એક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મારા અને મારા પરિવાર વિશે અત્યંત ખોટી વાતો ફેલાવી રહી છે. આટલું જ નહીં, તે મારા મિત્રો અને કો-એક્ટર્સને પણ પોસ્ટમાં ટેગ કરી રહી છે. આ તમામ પોસ્ટમાં મારા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા. આ રીતે ઓનલાઈન કોઈને પણ પરેશાન કરવું, ખૂબ જ ખોટું અને દુ:ખ આપનારું કૃત્ય છે.’અનુપમા પરમેશ્વરને આગળ પોસ્ટમાં લખ્યું છે કે, ‘મને ત્યારે આશ્ચર્ય થયું, જ્યારે જાણ થઈ કે સાયબર બુલિંગ કરનાર તમિલનાડુની એક ૨૦ વર્ષની યુવતી છે.
યુવતીની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને, મેં તેની ઓળખ જાહેર ન કરવાનો ર્નિણય લીધો છે. હું તેના ભવિષ્ય કે માનસિક સ્વાસ્થ્ય સાથે કોઈ સમાધાન કરવા માંગતી નથી.’અંતમાં, અનુપમા પરમેશ્વરને તેના ફેન્સ અને સામાન્ય લોકોને એક મહત્ત્વપૂર્ણ મેસેજ આપ્યો છે. તેમનું કહેવું છે કે લોકો પાસે સ્માર્ટફોન છે તો તેનો ઉપયોગ સમજદારી અને જવાબદારીથી કરવો જાેઈએ. તે સૌને જણાવે છે કે સાયબર બુલિંગ ખોટું છે, સાથે જ તે દંડનીય અપરાધ પણ છે.અનુપમા પરમેશ્વરનના કરિયરની વાત કરીએ તો, આ વર્ષે તે ‘જાનકી વર્સિસ સ્ટેટ ઓફ કેરળ’માં જાેવા મળી હતી. હાલમાં તે બીજી ફિલ્મ ‘લોકડાઉન’નું શૂટિંગ કરી રહી છે.




