
લાખો મુસાફરોને મળશે મોટી રાહતસૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ૧૪મીથી બે ટ્રેનનો પ્રારંભરાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંક્શન રેલવે રૂટની એમ બે ટ્રેનો મંજૂર થઈ છેતાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના પ્રયાસથી બે મહિના પૂર્વે બે વિમાની સેવા શરૂ થઈ હતી. હવે બે ટ્રેનનો પ્રારંભ સૌરાષ્ટ્રના વિસ્તારમાં થઈ રહ્યો છે. જે અંતર્ગત ભારતીય રેલવે દ્વારા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણાનો પ્રયાસ સાકાર થઈ રહ્યો છે. જે મુજબ ગત ઓગસ્ટમાં બે પેસેન્જર ટ્રેનની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી હતી. હવે કેન્દ્રીય મંત્રી ડૉ. માંડવિયાના પ્રયાસ થકી હવે રેલવેના નવા રૂટની શરૂઆત થઈ રહી છે. જે મુજબ આગામી ૧૪મી નવેમ્બરથી એક સાથે આ બે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ થશે. આ ટ્રેન એક સાથે ચાર જિલ્લાના યતાયાતની સુવિધા સૌરાષ્ટ્રના લાખો મુસાફરોને મોટી રાહત મળશે.મહત્વનું છે કે, રાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંક્શન રેલવે રૂટની એમ બે ટ્રેનો મંજૂર થઈ છે. જેમાંથી એક ટ્રેન ડેઇલી ચાલશે જ્યારે અન્ય એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ આ રૂટ પર દોડશે. જેનો પ્રારંભ ૧૪મીએ થશે અને આ ટ્રેનને લીલી ઝંડી આપી કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા આપશે તેમજ રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ સાંસદ સભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા સહિત વિવિધ વિસ્તારના ધારાસભ્ય સહિતના અગ્રણીઓ નવા રૂટની ટ્રેનમાં મુસાફરી પણ કરશે.
આ રૂટ ટ્રેન થકી સૌરાષ્ટ્રમાં રેલ સેવામાં વધારો એટલે આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો અને આ વિસ્તારમાં કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો છે. રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ઉભી થનાર આ સુવિધાથી આ વિસ્તારનાં લોકોનું જીવન આસાન થશે સાથે જ વ્યાપાર, વાણિજ્ય અને પ્રવાસનને પણ ખૂબ મોટી ગતિ મળશે. લોકો માટે આગમન સુગમ અને સુવિધાયુક્ત બનશે તથા વિકસિત ભારતની સાથે જ વિકસિત રાજકોટ, વિકસિત પોરબંદર, વિકસિત દ્વારકા અને વિકસિત જામનગરનું સ્વપ્ન સાકાર થશે. જ્યારે દશકોથી જે સુવિધાની માંગણી પડતર હતી તેનો લાભ હવે સ્થાનિક નાગરિકોને મળશે.




