
અગાઉ ફિલ્મનું નામ ‘પ્રેમ કી શાદી’ નક્કી થયુ હતુંઆયુષ્યમાન ખુરાના સાથે બરજાત્યાની ફિલ્મનું નામ ‘યે પ્રેમ મોલ લિયા’ ફાઈનલ થયુંઆ ફિલ્મમાં રાજશ્રીની આગળની ફિલ્મોની જેમ અનુપમ ખેર, સીમા પાહવા અને સુપ્રિયા પાઠક પણ મહત્વના રોલમાં છેઆયુષ્યમાન ખુરાના સૂરજ બરજાત્યાના રાજશ્રી પ્રોડક્શનનો નવો પ્રેમ બનવાનો હોવાના અહેવાલો લાંબા સમયથી આવી રહ્યા છે, ત્યાર બાદ તેની સાથે શર્વરી વાઘ લીડ રોલ કરવાની હોવાના અહેવાલો આવ્યા.
આ ફિલ્મનું શૂટ પણ ૧ નવેમ્બરથી શરૂ થયું છે, ત્યારે આ ફિલ્મનું નામ પણ જાહેર થઈ ગયું છે – આ ફિલ્મને ‘યે પ્રેમ મોલ લિયા’ નામ આપવામાં આવ્યું છે.ગુરુવારે મુંબઇમાં એક ફોટોગ્રાફર દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરવામાં આવી હતી. તેમાં એક ક્લેપબોર્ડ પાસે એક કેમેરા પડેલો દેખાય છે અને ક્લેપબોર્ડમાં ફિલ્મનું નામ લખેલું સ્પષ્ટ દેખાય છે, ‘યે પ્રેમ મોલ લિયા’.આ અંગેના કેટલાક અહેવાલો અનુસાર કાંદિવલીમાં આ ફિલ્મનું એક અઠવાડિયાનું શૂટ થઈ ચૂક્યું છે. સૂરજ બરજાત્યા તેમની આગળની ફિલ્મની જેમ આ ફિલ્મ પણ વૈભવી બનાવી રહ્યા છે, તેમાં આ શીડ્યુલમાં શર્વરી અને આયુષ્યમાનનું શૂટ ચાલી રહ્યું છે. તેમણે અન્ય કલાકારો અને લગભગ ૨૦૦ બૅકગ્રાઉન્ડ ડાન્સર્સ સાથે એક વિશાળ સેટ સાથેનું ગીત પણ શૂટ કર્યું છે. હવે આગળનું શીડ્યુલ આ અઠવાડિયાથી મહેબૂબ સ્ટૂડિયોમાં શરૂ થશે. બાન્દ્રામાં ચાલતા આ શૂટમાં ફિલ્મની ટીમ લગભગ ૮૦ ટકા ફિલ્મનું શૂટ કરશે, તેના પછી કેટલાંક આઉટડોર શૂટ શરૂ થશે, જાે બધું સમયસર ચાલશે તો આ ફિલ્મનું લગભગ બધું જ શૂટ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં પૂરું થઈ જશે. આ ફિલ્મમાં રાજશ્રીની આગળની ફિલ્મોની જેમ અનુપમ ખેર, સીમા પાહવા અને સુપ્રિયા પાઠક પણ મહત્વના રોલમાં છે.
સુત્રના જણાવ્યા અનુસાર, ૨૦૨૨માં ઊંચાઈમાં સૂરજ બરજાત્યાએ મહાવીર જૈન સાથે પ્રોડ્યુસર તરીકે કામ કર્યા પછી તેઓ ફરી એક વખત સાથે કામ કરવા જઈ રહ્યા છે. તેમને એકબીજા સાથે કામ કરવાની મજા આવી હતી, તેથી તેમણે એકબીજા સાથે ફરી એક વખત કામ કરવાનું નક્કી કર્યું.




