
વડોદરામાં અનેક સ્થળોએ મ્યુ. કોર્પો.ની પાઈપોના દબાણથી લોકોને હાલાકીપાણીની લાઈનોના છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી ધુળ ખાઇ રહી હોય રાહદારીઓઓની મુશ્કેલીમાં વધારો થયો છેવડોદરા શહેરમાં ફૂટપાથ પર વાહનોના પાર્કિંગ અને ગેરકાયદે લારી-ગલ્લા, પથારાના દબાણથી રાહદારીઓ પરેશાન છે. ત્યારે શહેરમાં અનેક સ્થળોએ ફૂટપાથ પર તથા રસ્તાની બાજુમાં મ્યુ.કોર્પોરેશનની પાણીની લાઈનોના છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી ધુળ ખાઇ રહી હોય રાહદારીઓઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
વડોદરા મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલ ઠેર-ઠેર પાણી, ડ્રેનેજ અને વરસાદી કાંસની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. જેથી નાગરિકોને પ્રાથમિક સુવિધા માટેની સમસ્યાઓમાંથી રાહત થશે. જાે કે, આ કામગીરી દરમિયાન ઘણી વખત મ્યુ.કોર્પોરેશનની બેદરકારીના કારણે જનતાને મુશ્કેલી ઉભી થાય છે. હાલ શહેરમાં ઘણા સ્થળોએ મ્યુ. કોર્પોરેશને પાણીની નવી લાઈનો નાખવાની યોજના હાથ ધરી છે. પરંતુ અનેક વિસ્તારોમાં ફૂટપાથ ઉપર અથવા રસ્તા પર છેલ્લા એક વર્ષથી વધુ સમયથી કોર્પોરેશનની પાણીની લાઈનોના ઢગલા જાેવા મળી રહ્યા છે. શહેરના સંગમ ચાર રસ્તાથી પંચશીલ ત્રણ રસ્તા સુધી છેલ્લા દોઢ વર્ષથી ૧૦૦થી વધુ પાણીની પાઇપ લાઈનોના ઢગલો લોકોના ઘર તથા દુકાનો આગળ રાખ્યો છે. સોમા તળાવ વુડાના મકાન પાસે ૪૦થી વધુ પાઇપલાઇનનો છેલ્લા બે વર્ષથી ધૂળ ખાય છે.
પ્રતાપ નગર ડભોઇ રોડ ઉપર છેલ્લા એક વર્ષથી ૭૦થી વધુ પાઇપલાઇન માર્ગની બાજુમાં અસ્તવ્યસ્ત પડી છે. જેના કારણે ફૂટપાથ પર દબાણ થવા સાથે સ્થાનિક લોકો અને રાહદારીઓને મુશ્કેલી થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની પાઇપો ભંગારમાં ઊંચા ભાવે વેચાતી હોવાથી જૂની પાઇપો મ્યુ. કોર્પોરેશનના સ્ટોર રૂમમાં પહોંચતી નથી અને બારોબાર વહીવટ થઈ જતો હોવાની ચર્ચા પણ છે.




