
રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની માંગસાબરકાંઠામાં BLO ની ફરજ સોંપાતા શિક્ષકોમાં અસંતોષરાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આ કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપવા માંગ કરવામાં આવી છસાબરકાંઠામાં BLO ની ફરજ સોંપાતા શિક્ષકોમાં અસંતોષ જાેવા મળી રહ્યો છે. શિક્ષકોના જણાવ્યા અનુસાર, વધારાના કામથી શિક્ષણની ગુણવત્તા પર અસર પડી રહી છે. આ કામગીરીના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી હોવાની દલીલ પણ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ૭ ડિસેમ્બર સુધી SIR ની કામગીરી પૂર્ણ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ વચ્ચે શિક્ષકોને SIR ની કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવી છે.
સાબરકાંઠામાં શિક્ષકોને BLO તરીકે ફરજ સોંપવામાં આવી છે, જે અંગે અસંતોષ જાેવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે જણાવ્યું હતું કે, ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫ સુધીની SIR પ્રક્રિયા શિક્ષકો માટે બોજારૂપ છે. ૭ ડિસેમ્બર સુધી ONLINE/ઓફલાઇન કામગીરી પૂર્ણ કરવાની ફરજ પાડવામાં આવી છે. રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આ કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપવા માંગ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહિલા ઉપાધ્યક્ષ અર્ચના પુરોહિતે જણાવ્યું હતું કે, મ્ન્ર્ં ને કામગીરી પડી રહી છે, તે અંગે રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને માતૃશક્તિને ખુબ જ તકલીફો વેઠવી પડી રહી છે. શાળા કાર્ય સમયે અને બાદ પણ આ કામગીરી કરવાના કારણે તકલીફ પડી રહી છે. જેથી આ કામગીરીમાં શિક્ષક સાથે અન્ય કેડરોને પણ જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ શિક્ષકો સાથે થઈ રહેલો અન્યાય છે. આ સાથે ધરપકડ ઈશ્યુ કરવામાં આવે છે, તે પણ બંધ કરવામાં આવે તેવી માંગ શિક્ષણ સંઘ દ્વારા કરવામાં આવી છે.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ સંજય પટેલે જણાવ્યું હતું કે, BLO અને સુપરવાઈઝર તરીકે કામ કરતા શિક્ષકો માટે જ્યારે SIR ની કામગીરી શરૂ થઈ તે પહેલા અમે વિવિધ સ્તરે રજૂઆત કરી છે. આજે પણ વોરંટ પ્રથા રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. શિક્ષક સિવાયની કેડરને પણ આ અંગેની જવાબદારી સોંપવામાં આવે તેવી પણ ચૂંટણી અધિકારી સમક્ષ માંગ કરવામાં આવી છે.




