
બિલ અનિશ્ચિતકાળ સુધી રોકી શકાય નહીં : સુપ્રીમબિલ પર કાર્યવાહી કરવા કોર્ટ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ માટે સમયમર્યાદા નક્કી ના કરી શકે: સુપ્રીમ કોટસુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મોકલેલા ૧૪ બંધારણીય પ્રશ્નો પર આજે સુનાવણી કરી રહી છે. આ પ્રશ્નો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોની વિવિધ બિલ પર ર્નિણય લેવાની સત્તા અને સમયમર્યાદા સાથે સંકળાયેલો છે. અગાઉ સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલોને પસાર કરવા મોકલેલા બિલ મુદ્દે ચોક્કસ સમયગાળામાં ર્નિણય લેવો પડશે. આ મુદ્દે રાષ્ટ્રપતિએ બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન થવાની ચિંતા વ્યક્ત કરી હતી, જેના સંદર્ભમાં આ પ્રશ્નો મોકલવામાં આવ્યા છે. જાે કે, આ ચુકાદાને પલટાવતા સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે કે, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલોએ તમામ રોકી રાખેલા બિલ પર સમયમર્યાદા નક્કી કરવી ન્યાયસંગત નથી, પરંતુ તેમણે સંઘવાદની ભાવનાને મજબૂતાઈ આપવી જાેઈએ, નહીં કે તેમાં અવરોધરૂપ બનવું જાેઈએ. કોઈ પણ કોર્ટ આ રીતે સમયમર્યાદા નક્કી ના કરી શકે. રાષ્ટ્રપતિના સંદર્ભ પર ર્નિણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ‘અનુચ્છેદ ૨૦૦ અને ૨૦૧ હેઠળ રાજ્યપાલ પાસે ફક્ત ત્રણ જ મૂળભૂત વિકલ્પો રહે છે: બિલને મંજૂરી આપવી, નામંજૂર કરવું (રોકી રાખવું) અથવા રાષ્ટ્રપતિના વિચારણા માટે સુરક્ષિત રાખવું.‘ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, પ્રથમ જાેગવાઈને ચોથો વિકલ્પ ગણી શકાય નહીં. જાે બે અર્થઘટન શક્ય હોય, તો તે અર્થઘટન સ્વીકારવું જાેઈએ જે બંધારણીય સંસ્થાઓ વચ્ચે સંવાદ અને સહકારની ભાવનાને પ્રોત્સાહન આપે છે.
સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે ભારતીય સંઘવાદની કોઈ પણ વ્યાખ્યા હેઠળ એ સ્વીકાર્ય નથી કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલો બિલને પરત મોકલ્યા વિના અનિશ્ચિત સમય માટે રોકી રાખે. તે માટે સમયમર્યાદા નક્કી ના કરી શકાય, પરંતુ રાષ્ટ્રપતિ-રાજ્યપાલો માટે બિલ સુરક્ષિત રાખવું એ પણ સંસ્થાકીય સંવાદનો જ એક ભાગ છે. આમ છતાં, પરંતુ બંધારણીય હોદ્દા પર બિરાજમાન વ્યક્તિઓએ તેમાં અવરોધ ઊભો કરવાના બદલે સંવાદ અને સહકારની ભાવનાને પ્રાધાન્ય આપવું જાેઈએ.
કોર્ટે જણાવ્યું કે રાજ્યપાલ કોઈપણ બિલને મંજૂરી આપવાના હેતુથી તેને અનિશ્ચિત સમય સુધી પેન્ડિંગ રાખી શકે નહીં. જાેકે, સાથે જ કોર્ટે સ્પષ્ટતા કરી કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદાધિકારીઓ માટે ર્નિણય લેવા માટે સમય-મર્યાદા નક્કી કરવી એ સત્તાઓના વિભાજનના સિદ્ધાંતનું ઉલ્લંઘન ગણાશે.
ચીફ જસ્ટિસ બી. આર. ગવઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચે તેના અગાઉના ચુકાદાને રદ કર્યો, જેમાં રાજ્યના બિલ પર ત્રણ મહિનાની અંદર ર્નિણય લેવા માટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને ફરજ પાડવામાં આવી હતી. કોર્ટના મતે, બંધારણીય પદાધિકારીઓ પર કડક સમય-નિર્ધારણ લાગુ કરવું એ ન્યાયતંત્રના અધિકાર ક્ષેત્રની બહારની બાબત છે.
બંધારણીય બેન્ચે રાજ્યપાલના વિવેકાધીન સત્તાની બંધારણીય સીમાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, બિલને એકતરફી રીતે રોકી રાખવું એ સંઘવાદનું ઉલ્લંઘન ગણાશે. અનુચ્છેદ ૨૦૦માં નક્કી કરાયેલી પ્રક્રિયાનું પાલન કર્યા વિના જાે રાજ્યપાલ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલને રોકી રાખે, તો તે સંઘીય માળખાના હિતોની વિરુદ્ધ જશે.




