
IPL ૨૦૨૬ શરૂ થાય તે પહેલા જ વિવાદ આઈપીએલ સિઝનની પહેલી મેચ પર મંડરાઈ રહ્યો છે ખતરો બેંગ્લોરમાં યોજાનારી મેચો એક્સપર્ટ સમિતિની મંજૂરી બાદ જ રમવા માટેની મંજૂરી આપવામાં આવશે
BCCI એ ૧૧ માર્ચના રોજ IPL ૨૦૨૬ના પહેલા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું છે, જેમાં કુલ ૨૦ મેચ રમાશે. આ ટુર્નામેન્ટ ૨૮ માર્ચ, શનિવારથી શરૂ થવાની છે. જાે કે, સીઝનની પહેલી મેચ જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાવાની છે, તેના સામે ખતરો મંડરાઈ રહ્યો છે.
બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચેની પહેલી મેચ બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. જાે કે, BCCI એ શેડ્યૂલ રિલીઝમાં જણાવાયું છે કે બેંગ્લોરમાં યોજાનારી મેચો એક્સપર્ટ સમિતિની મંજૂરી બાદ જ રમવાની મંજૂરી આપવામાં આવશે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, બેંગલુરુમાં મેચો કર્ણાટક સરકાર દ્વારા રચાયેલી એક્સપર્ટ સમિતિની મંજૂરીને આધીન છે. સમિતિ ૧૩ માર્ચ, ૨૦૨૬ના રોજ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે નિરીક્ષણ કરશે અને બેઠક કરશે, જે દરમિયાન મેચ-ડે વ્યવસ્થાનું સંપૂર્ણ પાયે મોક પ્રદર્શન હાથ ધરવામાં આવશે જેથી સ્ટેડિયમ IPL મેચોનું આયોજન કરવા માટે તૈયાર છે કે નહીં તેનું મૂલ્યાંકન કરી શકાય.
જાે સ્ટેડિયમને મેચોનું આયોજન કરવાની મંજૂરી મળે છે, તો ઇઝ્રમ્ બેંગલુરુમાં ૫ હોમ મેચ રમશે. બાકીના ૨ હોમ મેચ રાયપુરમાં યોજાશે. સ્ટેડિયમને મંજૂરી મળે છે કે નહીં તે જાેવું રસપ્રદ રહેશે.
RCB ગત સિઝનમાં એટલે કે ૨૦૨૫માં IPL ટાઇટલ જીત્યું હતું. આ પછી બેંગલુરુમાં ટીમની વિજય પરેડ દરમિયાન એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ મચી હતી. આ નાસભાગમાં અગિયાર લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ કારણે મંજૂરી મળ્યા પછી જ બેંગલુરુ સ્ટેડિયમમાં મેચો યોજાશે.




