
લોકોના આરોગ્ય સાથે ચેડાંવલસાડમાં એક્સપાયરી ડેટવાળા સોસનું વેચાણખાસ કરીને ગ્રીન ચીલી સોસની બોટલો એક્સપાયરી ડેટવાળી મળી આવતા ગ્રાહકોમાં રોષ ફેલાયો છે.વલસાડના તિથલ રોડ પર આવેલા પોસ્ટ વિસ્તારમાં આવેલી અનમ લો પ્રાઇઝ નામની દુકાનમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ દુકાનમાં રાખેલા ખાદ્ય પદાર્થોનું મટીરીયલ એક્સપાયરી ડેટ વાળું હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને ગ્રીન ચીલી સોસની બોટલો એક્સપાયરી ડેટવાળી મળી આવતા ગ્રાહકોમાં રોષ ફેલાયો છે.
એક ગ્રાહકે આ બાબતે દુકાન માલિકને ફરિયાદ કરી હતી પરંતુ દુકાન માલિકે ઉડાઉ જવાબ આપ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જે દુકાનની બેદરકારીને સ્પષ્ટ દર્શાવે છે. એક્સપાયરી ડેટવાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરીને ગ્રાહકોના સ્વાસ્થ્યને જાેખમમાં મૂકવા બદલ આ દુકાન સામે કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે.




