
સરકારી ભરતીની સૌથી મોટી જાહેરાતગુજરાત સરકારના ૬૭ વિભાગમાં થશે મેગા ભરતી.૬૭ વિભાગોની ૩૭૮ જગ્યાઓ માટે ભરતી થશે.સરકારી ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. GPSC (જીપીએસસી) દ્વારા ભરતી માટે મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાત સરકારના વિવિધ ૬૭ વિભાગો માટે જીપીએસસીએ મેગા ભરતી જાહેર કરી છે. જેના માટે આવતીકાલથી ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી શકશે.
જીપીએસસી ૬૭ વિભાગોની ૩૭૮ જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. આગામી ૧૩ ડિસેમ્બર ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. GPSC દ્વારા ભરતીનું આખું કેલેન્ડર જાહેર કરાયું છે.
જીપીએસસી દ્વારા ટ્વિટરના માધ્યમથી જણાવાયું કે, કુલ ૬૭ જાહેરાતો માટે આવતીકાલ તારીખ ૨૯-૧૧-૨૦૨૫ બપોરે ૦૧:૦૦ વાગ્યાથી https://gpsc-ojas.gujarat.gov.in પર ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે.
કુલ ૬૭ જાહેરાતો માટે આવતીકાલ તારીખ ૨૯-૧૧-૨૦૨૫ બપોરે ૦૧:૦૦ વાગ્યાથી https://t.co/QUXpp1vFvO પર ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની મેડીકલ સોશિયલ વર્કર, વર્ગ-૩ માટે નવી ભરતી જાહેર કરી છે. ઓજસ ગુજરાત ભરતી ૨૦૨૫ અંતર્ગત આ પદો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ ભરતી એક ઉત્તમ તક માનવામાં આવી રહી છે. ઉમેદવારો ૫ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. જાહેર થયેલી કુલ ૪૬ જગ્યામાં બિન અનામત ૨૦, આર્થિક રીતે નબળા વર્ગ ૪, અનુ. જાતિ ૩, અનુ. જન જાતિ ૭ અને સા.શૈ.પ.વર્ગ હેઠળ ૧૨ જગ્યાનો સમાવેશ થાય છે. મેડીકલ સોશિયલ વર્કર પદ માટે માન્ય યુનિવર્સિટીમાંથી MSW (મનોચિકિત્સા), MSW અથવાMA Social work જેવી ડિગ્રી જરૂરી છે.
વડોદરા મહાનગરપાલિકામાં પણ વર્ગ-૧ અને વર્ગ-૨ ની ખાલી પડેલી જગ્યા ભરાશે. ખાલી પડેલી ૪૦ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. જાેકે, આ ભરતી પ્રક્રિયા થાય એ પહેલાં વિવાદ સર્જાયો છે. કોર્પોરેશનના કર્મીઓ માટે ૮ વર્ષનો અનુભવ ફરજિયાત કરાયો છે. તો અન્ય ઉમેદવારો માટે ૫ વર્ષના અનુભવના નિયમથી વિવાદ વકર્યો છે. કર્મચારીઓની નારાજગી અને વિસંગત અનુભવ માપદંડને કારણે મુદ્દો સભામાં ગાજે તેવી શક્યતા છે.




