
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અસરગ્રસ્ત રૂટ માટે મહત્તમ ભાડા મર્યાદા નક્કી કરી.૫૦૦ કિમી સુધીની મુસાફરી માટે મહત્તમ ભાડું ૭,૫૦૦ રૂપિયા : ૫૦૦ થી ૧,૦૦૦ કિમી વચ્ચેની મુસાફરી માટે મહત્તમ ભાડું ૧૨,૦૦૦ રૂપિયા.ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગો સંકટને ધ્યાનમાં રાખીને તમામ અસરગ્રસ્ત રૂટ પર યોગ્ય અને વાજબી ભાડા નક્કી કરવા માટે તેની નિયમનકારી સત્તાઓનો ઉપયોગ કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અસરગ્રસ્ત રૂટ માટે મહત્તમ ભાડા મર્યાદા નક્કી કરી છે. સરકારે એરલાઇન્સને નિર્દેશ આપ્યો છે કે તેઓ વ્યક્તિગત રૂટ માટે નક્કી ભાડા કરતાં મુસાફરો પાસેથી વધુ ભાડું નહીં વસૂલે. જણાવી દઈએ કે, ઈન્ડિગો સંકટ વચ્ચે અન્ય એરલાઇન્સ ખૂબ ઊંચું ભાડું વસૂલતી હોવાની ફરિયાદો પર કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
સરકારે ૫૦૦ કિમી સુધીની મુસાફરી માટે મહત્તમ ભાડું ૭,૫૦૦ રૂપિયા નક્કી કર્યું છે. વધુમાં, ૫૦૦ થી ૧,૦૦૦ કિમી વચ્ચેની મુસાફરી માટે મહત્તમ ભાડું ૧૨,૦૦૦ રૂપિયા છે, અને ૧,૦૦૦ થી ૧,૫૦૦ કિમી વચ્ચેની મુસાફરી માટે ૧૫,૦૦૦ રૂપિયા છે. એ નોંધવું જાેઈએ કે ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો છેલ્લા પાંચ દિવસથી ગંભીર ઓપરેશનલ સંકટનો સામનો કરી રહી છે. આ સંકટને કારણે ઇન્ડિગોએ છેલ્લા પાંચ દિવસમાં હજારો ફ્લાઇટ્સ રદ કરી છે. વધુમાં અસંખ્ય ઇન્ડિગો ફ્લાઇટ્સ મોડી પડી છે.
અંતર અને મહત્તમ ભાડું
* ૫૦૦ કિ.મીની યાત્રા માટે વધુમાં વધુ ૭૫૦૦ રૂપિયા વસૂલી શકાશે.
* ૫૦૦થી ૧૦૦૦ કિ.મી.ની યાત્રા માટે વધુમાં વધુ ૧૨,૦૦૦ રૂપિયા ભાડું વસૂલી શકાશે.
* ૧૦૦૦થી ૧૫૦૦ કિ.મી. લાંબી યાત્રા માટે વધુમાં વધુ ૧૫,૦૦૦ રૂપિયા વસૂલી શકાશે.
* ૧૫૦૦ કિ.મી.થી વધુ અંતર માટે ૧૮૦૦૦ રૂપિયાથી વધુ ભાડું વસૂલી શકાશે નહીં.
ઇન્ડિગો કટોકટીને કારણે અન્ય એરલાઇન્સ અસરગ્રસ્ત રૂટ પર મુસાફરો પાસેથી અનેક ગણું ભાડું વસૂલતી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (સ્ર્ઝ્રછ) એ આજે બપોરે એરલાઇન્સની મનમાની રોકવા માટે પોતાના રેગુલેટરી અધિકારોનો ઉપયોગ કર્યો અને તાત્કાલિક અસરથી તમામ એરલાઇન્સ પર ફેયર કેપ (ભાડા મર્યાદા) લાગૂ કરી દેવાઈ. એરલાઇન્સને હવે કોઈપણ રૂટ પર પોતાની મરજી મુજબ ભાડા વધારવા પર પ્રતિબંધ રહેશે.
મંત્રાલયે એ પણ સ્પષ્ટતા કરી છે કે હવાઈ ભાડાનું નિરીક્ષણ કરવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે, જે રિઅલ-ટાઇમ ડેટાનું નિરીક્ષણ કરશે અને એરલાઇન્સ અને ઓનલાઇન ટ્રાવેલ પ્લેટફોર્મ સાથે સંકલન કરશે. તે જ સમયે, નિયમોનું ઉલ્લંઘન કરતી એરલાઇન્સ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. સ્ર્ઝ્રછ જણાવે છે કે મુસાફરોના કોઈપણ આર્થિક શોષણને રોકવા માટે આ ભાડા મર્યાદા જાહેર હિતમાં તાત્કાલિક અને જરૂરી પગલું છે.
અહેવાલ મુજબ, એરલાઇન વેબસાઇટ્સે જાહેર કર્યું છે કે ૬ ડિસેમ્બરે, સ્પાઇસજેટની કોલકાતા-મુંબઈ ટ્રીપ માટે ઇકોનોમી ક્લાસ ટિકિટ ૯૦,૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, જ્યારે એર ઇન્ડિયાની મુંબઈ-ભુવનેશ્વર ટિકિટ ૮૪,૪૮૫ રૂપિયામાં વેચાઈ રહી હતી. ઇન્ડિગોએ શુક્રવારે ૧,૦૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી, અને શનિવારે ૪૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ રદ થતા દેશભરના મુસાફરો ફરિયાદ કરી રહ્યા હતા કે, અન્ય એરલાઇન્સ ખૂબ વધુ રૂપિયા ચાર્જ કરી રહ્યા છે. કેટલાક સેલેબ્સે પણ આ મુદ્દે વિરોધ કર્યો હતો. સિંગર રાહુલ વૈદ્યએ ગોવાથી મુંબઇ આવવા માટે ૪.૨૦ લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.




