
કંગના રણૌત, મહુઆ મોઈત્રાનો વીડિયો વાઇરલ.ભાજપ-વિપક્ષના સાંસદોએ એક મંચ ઉપર કર્યો ડાન્સ.મહિલા સાંસદો બિઝનેસમાંથી રાજકારણમાં આવેલા નવીન જિંદાલની પુત્રીના લગ્નના સેલિબ્રેશનમાં ડાન્સ કરતી જાેવા મળી.રાજકારણમાં ભલે નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરતા હોય, પણ જાહેર જીવનમાં તેમના સંબંધો કેવા હોય છે તેનું એક અનોખું ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. ભાજપનાં સાંસદ કંગના રનૌત, તૃણમૂલ કોંગ્રેસ(TMC)નાં સાંસદ મહુઆ મોઇત્રા અને NCP(શરદચંદ્ર પવાર)નાં સાંસદ સુપ્રિયા સુલે એકસાથે ડાન્સ કરતા જાેવા મળ્યા છે, જેનો વીડિયો જાેઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે.
આ ત્રણેય દિગ્ગજ મહિલા સાંસદો બિઝનેસમાંથી રાજકારણમાં આવેલા નવીન જિંદાલની પુત્રીના લગ્નના સેલિબ્રેશનમાં ડાન્સ કરતી જાેવા મળી હતી. આ ત્રણેયે ફિલ્મ ઓમ શાંતિ ઓમના પ્રખ્યાત બોલિવૂડ ગીત દીવાનગી દીવાનગી પર પર્ફોર્મ કર્યું હતું.
વાઇરલ થયેલી ક્લિપમાં જાેઈ શકાય છે કે કંગના રનૌત, મહુઆ મોઇત્રા અને સુપ્રિયા સુલે સેન્ટર સ્ટેજ પર નવીન જિંદાલ સાથે મન મૂકીને ડાન્સ કરી રહી છે. રાજકીય પ્રતિસ્પર્ધીઓનું આ અનોખું સંયોજન જાેઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
અભિનેત્રી અને રાજકારણી કંગના રનૌતે પોતે આ અઠવાડિયાની શરૂઆતમાં ડાન્સ પ્રેક્ટિસ સેશનના બિહાઇન્ડ-ધ-સીન્સ ફોટા પણ શેર કર્યા હતા. કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે નવીન જિંદાલ,TMC સાંસદ મહુઆ મોઇત્રા અને NCP સાંસદ સુપ્રિયા સુલે સાથે સંગીત પરફોર્મન્સ માટે રિહર્સલ કરતા જાેવા મળ્યા હતા.
આ વીડિયો વાઇરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું, સુપ્રિયા સુલે અને મહુઆ મોઇત્રાએ ભાજપના સાંસદ નવીન જિંદાલની દીકરીના લગ્નમાં કંગના રનૌત સાથે ડાન્સ કર્યો. આ વીડિયો એ તમામ સમર્થકો માટે છે જે આવા નેતાઓ માટે પોતાની કારકિર્દી અને જીવ જાેખમમાં મૂકે છે.
અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, સંસદમાં આમને-સામને, સંસદની બહાર હમ સાથ સાથ હૈ. નાય એક વ્યક્તિએ લખ્યું, બધા મળેલા છે જી. આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે રાજકારણીઓ ભલે જાહેર મંચ પર ગમે તેટલી ટીકા કરે, પણ અંગત જીવનમાં અને સામાજિક પ્રસંગોમાં તેઓ સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખે છે.




