
યાત્રા માટે બંને દેશો વચ્ચે વાટાઘાટો શરૂ.પુતિન બાદ હવે ઝેલેન્સ્કી પણ આવી શકે છે ભારત.આ મુલાકાતને રશિયા-યુક્રેન વચ્ચે સંતુલન જાળવવાની ભારતની વિદેશ નીતિ તરીકે જાેવામાં આવી રહી છે.રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની તાજેતરની ભારત મુલાકાત બાદ હવે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કી પણ જાન્યુઆરી-૨૦૨૬માં ભારતની મુલાકાતે આવી શકે છે. સૂત્રોના અહેવાલ મુજબ, ભારત અને યુક્રેનના અધિકારીઓ આ પ્રવાસ અંગે સપ્તાહોથી વાતચીત કરી રહ્યા છે. આ મુલાકાતને રશિયા અને યુક્રેન વચ્ચે સંતુલન જાળવવાની ભારતની વિદેશ નીતિ તરીકે જાેવામાં આવી રહી છે. જાે ઝેલેન્સ્કીનો પ્રવાસ નિર્ધારીત થશે તો છેલ્લા ૧૩ વર્ષમાં યુક્રેનના રાષ્ટ્રપ્રમુખનો ભારતનો પ્રથમ પ્રવાસ હશે.

અહેવાલમાં જણાવાયું છે કે, ઝેલેન્સ્કીનો પ્રસ્તાવિત ભારત પ્રવાસ અનેક મુદ્દા પર ર્નિભર રહેશે. એકતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બંને દેશો વચ્ચે શાંતિ યોજનાની કામગીરી ચાલી રહી છે. તો બીજીતરફ ઝેલેન્સ્કી સરકાર એક મોટા ભ્રષ્ટાચાર કાંડમાં પણ ઘેરાયેલી છે. એટલું જ નહીં શાંતિ વાર્તા મામલે યુરોપ અને અમેરિકા વચ્ચે કથિત મતભેદ પણ ચાલી રહ્યો છે, ત્યારે આ તમામ પાસાઓને ધ્યાને રાખ્યા બાદ ઝેલેન્સ્કીનો ભારત પ્રવાસ નિર્ધારિત થઈ શકે છે.
ભારતે ફેબ્રુઆરી-૨૦૨૨માં યુદ્ધ શરૂ થયા બાદથી જ વાતચીત અને કૂટનીતિને આગળ વધવાનો એકમાત્ર યોગ્ય માર્ગ ગણાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, ભારત તટસ્થ નથી, પરંતુ શાંતિની સાથે છે. પીએમ મોદી ઝેલેન્સ્કીને આઠ વખત ફોન પર વાત કરી ચૂક્યા છે અને ચાર વખત રૂબરૂ મળ્યા પણ છે.
યુક્રેન યુદ્ધના કારણે ભારતને આર્થિક અસર પણ થઈ છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા વધારાનો ટેરિફ લગાવ્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે, ભારત સસ્તું રશિયન ક્રૂડ ઓઈલ ખરીદીને રશિયાના યુદ્ધ મશીનરીને નાણાકીય મદદ પુરી પાડી રહ્યું છે. જાેકે, ભારત સતત પોતાના રાષ્ટ્રીય હિતો ને સર્વોપરી ગણાવી રહ્યું છે. જાન્યુઆરીમાં ઝેલેન્સ્કીનો ભારત પ્રવાસ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપશે.




