
ભારત સાથે ટ્રેડ ડીલની વાતો વચ્ચે નવો ફણગો.ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને વધુ એક ટેરિફ બોમ્બ ફોડવાની ધમકી.ભારત, થાઈલેન્ડ, ચીનના ચોખાના ડમ્પિંગની સમસ્યાનો ‘ટેરિફ’થી એક જ દિવસમાં ઉકેલ લાવી દઈશ : ટ્રમ્પની અમેરિકન ખેડૂતોને હૈયાધારણ.અમેરિકાએ નવી સુરક્ષા નીતિમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ભારતને તેનું સૌથી વિશ્વસની સાથી ગણાવ્યું છે અને ક્વાડ સંગઠન મારફત ભારત સાથે સંબંધો સુધારવાની વાતો કરી છે તેવા જ સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ જંગી ટેરિફ નાંખવાની ધમકી આપી છે. ટ્રમ્પે સોમવારે ભારતને અમેરિકામાં ચોખાનું ડમ્પિંગ કરવા સામે ચેતવણી આપતાં આ સમસ્યાના ઉકેલરૂપે ‘બમણો ટેરિફ’ નાંખવાની ધમકી આપી છે. આ સાથે ટ્રમ્પે અમેરિકન ખેડૂતો માટે ૧૨ અબજ ડોલરની કેન્દ્રીય સહાય પણ જાહેર કરી હતી. ભારતીય ચોખા પર ટેરિફની ટ્રમ્પની ધમકીના કારણે ભારતમાં મંગળવારે શેરબજારમાં કડાકો બોલાઈ ગયો હતો.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકન કૃષિ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને ખેડૂતો સાથે રાઉન્ડટેબલ ચર્ચા કરી હતી. આ બેઠકમાં નાણામંત્રી સ્કોટ બેસેન્ટ અને કૃષિ મંત્રી બૂ્રક રોલિન્સ સહિત તેમની કેબિનેટના અનેક સભ્યોએ હાજરી આપી હતી.
આ બેઠખમાં લુઇસિઆનામાં પરિવારની કેનેડી રાઈસ મિલ ચલાવતાં મેરીલ કેનેડીએ ટ્રમ્પને જણાવ્યું હતું કે, અન્ય દેશોમાંથી અમેરિકામાં ચોખાનું ડમ્પિંગ થતું હોવાના કારણે દેશના દક્ષિણ ભાગમાં ડાંગર ઉત્પાદકો ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ કામ વર્ષાેથી થઈ રહ્યું છે, પરંતુ ટ્રમ્પ સરકારમાં તેનું પ્રમાણ ઘણું વધ્યું છે. તેમણે સરકારને ચોખાના ડમ્પિંગ સામે ‘બમણો ટેરિફ’ નાંખવાની ભલામણ કરી હતી.આ સંદર્ભમાં પ્રમુખ ટ્રમ્પ નાણામંત્રી બેસન્ટ તરફ ફર્યા અને કહ્યું કે, ભારત શા માટે અમેરિકામાં ચોખાનું ડમ્પિંગ કરે છે. તેમણે તેના પર ટેરિફ ચૂકવવો પડશે. શું તેમને ચોખા પર ટેરિફમાં કોઈ રાહત આપવામાં આવી છે? બેસન્ટે કહ્યું કે, આપણે ભારત સાથે વેપાર કરાર મુદ્દે વાટાઘાટો કરી રહ્યા છીએ. આ સંદર્ભમાં ટ્રમ્પે કહ્યું કે, આ વાટાઘાટો વચ્ચે પણ ભારતને ચોખાના ડમ્પિંગની મંજૂરી આપી શકાય નહીં. મેરિલ કેનેડીએ કહ્યું કે, ભારત સિવાય થાઈલેન્ડ પણ અમેરિકામાં ચોખા ડમ્પ કરે છે. જ્યારે ચીન પ્યુઅર્ટાે રીકોમાં ચોખા ડમ્પ કરે છે, જ્યાં અમેરિકન ખેડૂતો તેમના ચોકાની નિકાસ કરે છે. ચીનના ડમ્પિંગના કારણે અમેરિકન ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષાેથી પ્યુઅર્ટાે રિકોમાં ચોખાની નિકાસ કરી શકતા નથી. અમેરિકન ખેડૂતો માત્ર અમેરિકા જ દુનિયાના અન્ય દેશોમાં પણ ચોખાની નિકાસ કરવા સક્ષમ છે.
આપણા દેશને ળી ટ્રેડ નહીં પરંતુ ફેર ટ્રેડની જરૂર છે.ટ્રમ્પે કહ્યું કે, આ સમસ્યાનો ઉકેલ એકદમ સરળ છે. તેઓ આ બધા દેશો પર ટેરિફ નાંખશે. તમારી સમસ્યાનો એક જ દિવસમાં ઉકેલ આવી ગયો છે. આ જ કારણે અમે સુપ્રીમ કોર્ટમાં કેસ જીતી ગયા છીએ. અમેરિકામાં ભારતના ચોખાની માગ ઝડપથી વધી છે. તેનું એક કારણ અમેરિકામાં ભારતીય અને દક્ષિણ એશિયન વ્યંજનોની લોકપ્રિયતા વધી છે. આઈઆરઈએફના આંકડા મુજબ વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતે અમેરિકાને ૨૭૪૨૧૩.૧૪ મેટ્રીક ટન બાસમતી ચોખાની નિકાસ કરી હતી, જેની કુલ કિંમત ૩૩.૭૧ કરોડ અમેરિકન ડોલર હતી. અમેરિકા ભારતના બાસમતી ચોખાનું ચોથું સૌથી મોટું બજાર છે. આ સિવાય ૫.૪૬૪ કરોડ અમેરિકન ડોલરના મૂલ્યના ૬૧૩૪૧.૫૪ મેટ્રિક ટન બાસમતી સિવાયના ચોખા અમેરિકા મોકલાયા હતા.




