
દિલ્હીના પ્રદૂષણથી કંટાળેલા નેતાજીની માંગ ગાંધીનગર, ગોવા અથવા દેહરાદૂનમાં કરો સંસદ સત્ર દિલ્હીના પ્રદૂષણથી માત્ર ત્યાં રહેવાસીઓ જ નહીં, નેતાઓ પણ પરેશાન : હવામાન ખરાબ થઈ રહ્યું છે
દિલ્હીના પ્રદૂષણથી માત્ર ત્યાં રહેવાસીઓ જ નહીં, નેતાઓ પણ પરેશાન થઈ ગયા છે. રાજધાનીમાં હવામાન સતત ખરાબ થઈ રહ્યું છે, જેના કારણે દિલ્હીવાસીઓ સ્વચ્છ હવા માટે તરસી રહ્યા છે. દિલ્હી દેશની રાજધાની હોવાથી સંસદ ત્યાં છે અને સંસદની કામગીરી પણ ત્યાં જ થાય છે. જાેકે રાજધાનીમાં પ્રદૂષણના કારણે એક સાંસદે સંસદનું શિયાળુ સત્ર અને બજેટ સત્ર દિલ્હીના બદલે અન્ય સ્થળે યોજવાની માંગ કરી છે. બીજૂ જનતા દળ (મ્ત્નડ્ઢ)ના રાજ્યસભા સભ્ય માનસ રંજન મંગરાજે રાજધાનીમાં દર વર્ષે વધી રહેલા પ્રદૂષણને ‘માનવસર્જિત આપત્તિ’ ગણાવી છે. તેમણે જ્યાં સુધી દિલ્હીમાં હવામાન ન સુધરે ત્યાં સુધી શિયાળુ સત્ર અને બજેટ સત્ર દિલ્હીની બહાર કોઈ અન્ય સ્થળે યોજવાની અપીલ કરી છે.
ઓડિશાના રહેવાસી સાંસદ મંગરાજે સંસદમાં શૂન્યકાળ દરમિયાન ‘દિલ્હી પ્રદૂષણ’નો મુદ્દો ઉઠાવી દિલ્હી અને ઓડિશાની તુલના કરી છે. તેમણે કહ્યું કે, ‘કુદરતી આફતો સામે લડવા માટે ઓડિશા કુશળ કામગીરી કરતું રહ્યું છે, તેથી દિલ્હીના વાયુ પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે ઓડિશાની જેમ કામ કરવાની જરૂર છે. ઓડિશા ચક્રવાત-પૂર-કુદરતી આપત્તિઓ સામે સતત લડતું રહ્યું છે, હું જાણું છું કે સંકટ કેવું દેખાય છે. પરંતુ જે વસ્તુ મને પરેશાન કરે છે તે છે… રાજધાની દિલ્હી…’ સાંસદ મંગરાજે ઝેરી હવાના સંપર્કમાં આવતા સંસદના સભ્યોસ સંસદીય અધિકારીઓ, ડ્રાઈવરો, સફાઈ કર્મચારીઓ અને ગૃહને ચાલુ રાખનારા સુરક્ષા કર્મચારીઓની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘આપણે આ લોકોની સમસ્યાઓને નજરઅંદાજ ન કરાય, આપણે બધુ જ સામાન્ય ચાલી રહ્યું હોવાનો દેખાડો ન કરાય. જે મહિનામાં દિલ્હીમાં હવાનું પ્રદૂષણ સૌથી વધુ હોય ત્યારે સંસદ સત્રો યોજવાથી જીવન જાેખમમાં આવી જાય છે. જાે આપણે આ જાેખમ ટાળવું હોય તો દિલ્હીના બદલે સ્વચ્છ હવા અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા ગાંધીનગર, ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલુરુ અને દેહરાદૂન જેવા શહેરોનો વૈકલ્પિક ઉપયોગ કરવો જાેઈએ.’




