
ફિફા વર્લ્ડકપમાં હૃદયસ્પર્શી દૃશ્યો.બ્રાઝિલ સામે હાર બાદ જાપાનના કોચ અને ખેલાડીઓએ ફેન્સની સામે ઝૂકીને માફી માંગી.જાપાને પોતાની મજબૂત ડિફેન્સ લાઇનના જાેરે કાર્લાે એન્સેલોટીની બ્રાઝિલિયન ટીમને લાંબા સમય સુધી ગોલ કરવા દીધો નહોતો.ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં બ્રાઝિલ સામે ૨-૧થી પરાજય થતાં જાપાનની સફરનો અંત આવ્યો છે. રાઉન્ડ ઓફ ૩૨ની આ મેચમાં કારમી હાર બાદ જાપાનના હેડ કોચ હાજીમે મોરિયાસુ અને તેમના ખેલાડીઓ મેદાન પર જ ભાવુક થઈ ગયા હતા. જાપાનીઝ ટીમે સ્ટેડિયમમાં હાજર પોતાના પ્રશંસકો સમક્ષ નમીને માફી માગી હતી અને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન મળેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યાે હતો. આ હૃદયસ્પર્શી દ્રશ્યોએ વિશ્વભરના ફૂટબોલ ચાહકોના દિલ જીતી લીધા છે.મેચની વાત કરીએ તો, ફર્સ્ટ હાફમાં જાપાનના કાઈશુ સાનોએ શાનદાર ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી, જેના કારણે પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલની ટીમ દબાણમાં આવી ગઈ હતી. જાેકે, બીજા હાફમાં બ્રાઝિલે જાેરદાર વાપસી કરી હતી. કેસેમિરોએ ગોલ કરીને સ્કોર ૧-૧થી બરાબર કર્યાે હતો. મેચ જ્યારે એક્સ્ટ્રા ટાઈમ તરફ વધી રહી હતી, ત્યારે જ સ્ટોપેજ ટાઈમની ૫મી મિનિટે ગેબ્રિયલ માર્ટિનેલીએ વિનિંગ ગોલ ફટકારીને બ્રાઝિલને રાઉન્ડ ઓફ ૧૬માં પહોંચાડી દીધું હતું.મેદાનની વચ્ચે ખેલાડીઓ ભાવુક થયામેચ પૂરી થવાની વ્હીસલ વાગતાની સાથે જ કોચ મોરિયાસુએ તમામ ખેલાડીઓને મેદાનની વચ્ચે એકઠા કર્યા હતા. ટીમને સંબોધિત કરતી વખતે કોચ પોતે આંસુ રોકી શક્યા નહોતા. ત્યારબાદ તેઓ ખેલાડીઓ સાથે જાપાનીઝ સપોર્ટર્સ તરફ આગળ વધ્યા હતા. કોચ અને ટીમના તમામ સભ્યોએ ચાહકો સમક્ષ ઊંડા આદર સાથે માથું નમાવ્યું હતું. હારના આ આઘાત વચ્ચે પણ પ્રશંસકોએ તાળીઓના ગડગડાટ સાથે ખેલાડીઓની હિંમત વધારી હતી અને ટૂર્નામેન્ટમાં તેમના શાનદાર પ્રદર્શનને બિરદાવ્યું હતું.જાપાને પોતાની મજબૂત ડિફેન્સ લાઇનના જાેરે કાર્લાે એન્સેલોટીની બ્રાઝિલિયન ટીમને લાંબા સમય સુધી ગોલ કરવા દીધો નહોતો. પરંતુ છેલ્લી ઓવરટાઇમ મિનિટોમાં માર્ટિનેલીના આક્રમણ સામે જાપાનનું ડિફેન્સ ટકી શક્યું નહીં. આ હાર સાથે જાપાનનું પ્રથમ વખત વર્લ્ડ કપ નોકઆઉટ મેચ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું છે. જાેકે, મેચ બાદ જાપાનીઝ ટીમની નમ્રતા અને ખેલદિલીએ ફરી સાબિત કર્યું છે કે ફૂટબોલમાં માત્ર સ્કોરબોર્ડ જ નહીં, પણ સંસ્કાર અને પ્રશંસકો પ્રત્યેનો આદર પણ એટલો જ માયને રાખે છે.





