
૧૦૮ નદીના જળથી ભરેલા કળશનું ગર્ભગૃહમાં સ્થાપન.અમદાવાદના વિશ્વ ઉમિયાધામ મંદિરમાં કળશ પૂજન કરાયું.આ કળશને ફરી વખતે પૂજન કરીને મંદિરના ગર્ભગૃહમાં ૧૦૮ દંપતી/યજમાન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે.અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે મા ઉમિયાનું વિશ્વના સૌથી ઊંચા ૫૦૪ ફૂટના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. ત્યારે એશિયાના સૌથી મોટા કોંક્રિટ રાફ્ટનું કાર્ય ૫૪ કલાકનાં ઐતિહાસિક રીતે પૂર્ણ થયું છે. ગર્ભ ગૃહ સહિત સમગ્ર પરિષરનું કાર્ય પૂરજાેશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન ૨૦૨૦ વિશ્વ ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ વખતે પવિત્ર ગંગા નદી સહિતની ૧૦૮ નદીના જળથી ભરેલા ૧૦૮ કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કળશને આજે (૧૪ ડિસેમ્બર) ફરી વખતે પૂજન કરીને મંદિરના ગર્ભગૃહમાં ૧૦૮ દંપતી/યજમાન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે.
અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે મંદિરના ગર્ભગૃહમાં પવિત્ર ગંગાજળથી ભરેલા ૧૦૮ કળશ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સાથે ભારતની પવિત્ર ૧૦૮ નદીઓના જળથી સમગ્ર ગર્ભગૃહને પવિત્ર કરવામાં આવ્યું હતું અને ૧૦૮ નદીઓના પવિત્ર જળથી ભરેલા કળશનું પૂજન કર્યા બાદ માતાજીના સ્થાન નીચે પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે જણાવ્યું હતું કે, ‘આ કળશમાં ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, ક્ષિપ્રા, કાવેરી, કૃષ્ણા, બ્રહ્મપુત્રા સહિતની ૧૦૮ નદીઓના પવિત્રના જળ સમાવવામાં આવ્યા છે. વિદ્વાન બ્રાહ્મણો અને સજ્જનોના અથાગ પ્રયત્નોથી કાશ્મીર, હિમાલય, અરૂણાચલ અને દક્ષિણ ભારતના વિભિન્ન ભાગોમાં આવેલી નદીઓના પવિત્ર જળ ગ્રહણ કરવામાં આવ્યું છે.‘
વધુમાં તેમણે કહ્યું કે, ‘આગામી દિવસોમાં વિશ્વ ઉમિયાધામનું નિર્માણ કાર્ય પૂરજાેશમાં ચાલી રહ્યું છે. તેમજ ડિસેમ્બર ૨૦૨૭માં માતાજી ભવ્ય અને દિવ્ય વિશ્વ ઉમિયાધામ મંદિરમાં બિરાજમાન થશે. આ પ્રસંગે ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાશે.‘




