
આરોપી બિલ્ડરના ૪ દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી.અમદાવાદીઓને ઘરના સપના બતાવીને છેતરપીંડી કરનારા ૩ બિલ્ડરની ધરપકડ.કેશવ નારાયણ સ્કાય હોમ્સ‘‘ના નામે 2BHK, 3BHK ફ્લેટ્સ તેમજ દુકાનોની આકર્ષક સ્કીમ ચલાવીને ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા વસૂલ્યા હતા.અમદાવાદ શહેરમાં ફ્લેટ અને દુકાનોના નામે કરોડોની ઠગાઈ આચરનારા બિલ્ડરો સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઘાટલોડિયા તાલુકાના છારોડી ગામે આવેલી જમીન પર NA અને RERA ની મંજૂરી વગર પ્રોજેક્ટ શરૂ કરીને ગ્રાહકોને છેતરનાર ત્રણ બિલ્ડરોની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)એ ધરપકડ કરી છે. આ કૌભાંડમાં પ્રોજેક્ટના માલિક તરીકે રોનક સોનાણી, વિપુલ ગાંગાણી અને યોગેશ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. આ બિલ્ડરોએ ‘‘કેશવ નારાયણ સ્કાય હોમ્સ‘‘ના નામે 2BHK,, 3BHK ફ્લેટ્સ તેમજ દુકાનોની આકર્ષક સ્કીમ ચલાવીને ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા વસૂલ્યા હતા.
કેશવ નારાયણ સ્કાય હોમ્સના નામે કૌભાંડ મામલામાં EOW એ ૩ બિલ્ડરની ધરપકડ કરી છે. પ્રોજેક્ટના માલિક તરીકે રોનક સોનાણી, વિપુલ ગાંગાણી અને યોગેશ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. બિલ્ડરો પર ઘાટીલોડિયા તાલુકાના છારોડી ગામે આવેલ જમીન પર NA અને RERA વગર પ્રોજેક્ટ શરૂ કર્યાનો આરોપ લગાવાયો છે.
કેશવ નારાયણ સ્કાય હોમ્સના નામે 2BHK, 3BHK ફ્લેટ અને દુકાનોની સ્કીમ મૂકી ગ્રાહકો સાથે ઠગાઈ કરવામાં આવી હતી. ફરિયાદી પાસેથી ફ્લેટ નં. ૨૧૦૩ માટે રૂ. ૧૧.૨૬ લાખ બેંક મારફતે વસૂલ્યા હતા. તો બ્રોકર હિમાંશુ અગ્રવાલ મારફતે અન્ય ફ્લેટ માટે રૂ. ૮.૮૫ લાખની રકમ લેવાઈ હતી. આ ઉપરાંત અંદાજે ૨૨૫ જેટલા અન્ય ગ્રાહકો પાસેથી ફ્લેટ અને દુકાનોના નામે રૂ. ૬૫ કરોડ જેટલી રકમ વસૂલાઈ હોવાનો ખુલાસો થયો છે.
આર્થિક ગુના નિવારણ શાખાના એસીપી એમ.એન ચાવડાએ જણાવ્યું કે, બિલ્ડર દ્વારા કેટલાક ગ્રાહકોને માત્ર નોટરાઇઝ MOU આપી પછી સ્કીમ અચાનક બંધ કરી દેવાઈ હતી. ફ્લેટની સ્કીમવાળી જમીન કેવલ મહેન્દ્ર પટેલ અને આશીષ વિષ્ણુ પટેલને રજિસ્ટર વેચાણ દસ્તાવેજથી અન્ય લોકોને વેચી દીધી હતી. ત્યારે EOW એ આરોપી બિલ્ડરના ૪ દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.
એક ફરિયાદીએ ફ્લેટ નંબર ૨૧૦૩ માટે બેંક મારફતે ૧૧.૨૬ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે બ્રોકર હિમાંશુ અગ્રવાલ દ્વારા અન્ય ફ્લેટ માટે ૮.૮૫ લાખ રૂપિયા લેવાયા હતા.
તપાસમાં ખુલાસો થયો છે કે આ બિલ્ડરોએ અંદાજે ૨૨૫ જેટલા ગ્રાહકો પાસેથી ફ્લેટ અને દુકાનોના નામે આશરે ૬૫ કરોડ રૂપિયાની રકમ વસૂલી છે. બિલ્ડરોએ કેટલાક ગ્રાહકોને માત્ર નોટરાઈઝ્ડ MOU આપીને વિશ્વાસ મેળવ્યો હતો અને પછી અચાનક સ્કીમ બંધ કરી દીધી હતી. વધુમાં, આ પ્રોજેક્ટની જમીન કેવલ મહેન્દ્ર પટેલ અને આશીષ વિષ્ણુ પટેલને રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ દ્વારા અન્ય લોકોને વેચી દેવાઈ હતી.ઈર્ંઉએ આ ત્રણેય આરોપીઓના ૪ દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી દીધી છે. આ કેસમાં વધુ ગ્રાહકોની ફરિયાદો સામે આવવાની શક્યતા છે.




