
૮ હાથીઓના મોત, ૫ કોચ પાટા પરથી ઉતરી ગયા.અસમમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાઈ.આસામમાં જમુનામુખ જિલ્લાના સનારોજા વિસ્તારમાં હાથીઓના ટોળાની સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ સાથે ટક્કર.આસામમાં ભીષણ ટ્રેન અકસ્માત થયો છે. રાજ્યના જમુનામુખના સાનરોજા વિસ્તારમાં નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ હાથીઓના એક ટોળા સાથે અથડાઈ છે. આ દુર્ઘટના શુક્રવારે રાત્રે બે કલાકે થઈ, જ્યારે હાથીઓનું ઝુંડ રેલવે ટ્રેક પાર કરી રહ્યું હતું. દુર્ઘટનામાં ટ્રેનના એન્જિન સહિત પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ દુર્ઘટનામાં આઠ હાથીઓના મોત થયા છે, જ્યારે કેટલાક હાથીઓ ઈજાગ્રસ્ત છે.
દુર્ઘટના બાદ આ રૂટ પર ઘણી ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે લોકો પાયલટે હાથીઓના ટોળાના જાેતા ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટ્રેન હાથીઓ સાથે ટકરાઈ અને દુર્ઘટના સર્જાય હતી. આ વિસ્તાર વન ક્ષેત્રમાં આવે છે. તેવામાં સમય-સમય પર હાથીઓનું ટોળું જંગલોમાંથી નીકળી રેલવે ટ્રેક પર આવી જાય છે.
જાણકારી પ્રમાણે દુર્ઘટનામાં ટ્રેનની ઝપેટમાં આવ્યા બાદ હાથીઓના અંગ રેલવે ટ્રેક પર જાેવા મળ્યા હતા. આ કારણે ઘણી ટ્રેનના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા તો કેટલીક ટ્રેન રદ્દ કરવામાં આવી હતી. આ ટક્કર બાદ ટ્રેમાં જાેરદાર ઝટકો લાગ્યો, જેનાથી યાત્રીકોમાં હડકંપ મચી ગયો હતો. ઘણા યાત્રીકો પોતાની સીટ પરથી પડી ગયા હતા. રાહતની વાત છે કે હજુ સુધી કોઈ યાત્રીના ગંભીર ઈજાગ્રસ્ત થવાની જાણકારી નથી.
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ઘટનામાં જે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા તેમાં સવાર યાત્રીકોને બાકી ડબ્બામાં ખાલી સીટો પરજ બેસાડી દેવામાં આવ્યા હતા. પ્રભાવિત ડબ્બાને અલગ કરી ટ્રેનને ગુવાહાટી માટે રવાના કરવામાં આવી હતી.




