
કંગાળ પાકિસ્તાન પર વર્લ્ડ બેન્કને દયા આવી.વર્લ્ડ બેન્કે ૭૦ કરોડ ડોલરના ફંડિંગને મંજૂરી આપી દીધી.આ મદદ બહુ-વર્ષિય યોજના અંતર્ગત આપવામાં આવી.પાકિસ્તાનની નબળી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે વર્લ્ડ બેન્કે મોટું પગલું ઉઠાવ્યું છે. બેન્કેે દેશની આર્થિક સ્થિતિ સુધારવા અને જાહેર સેવાઓને વધારે મજબૂત બનાવવાના ઉદ્શ્યથી ૭૦ કરોડ ડોલરના ફંડિંગને મંજૂરી આપી દીધી છે. આ મદદ બહુ-વર્ષિય યોજના અંતર્ગત આપવામાં આવી રહી છે, જેનાથી પાકિસ્તાનને લાંબા સમયમાં નાણાકીય સુધારા અને સારી સેવા ડિલીવરીમાં મદદ મળવાની આશા છે.
વર્લ્ડ બેન્ક અનુસાર, આ રકમPublic Resources for Inclusive Development – Multiphase Programmatic Approach (PRID-MPA) અંતર્ગત જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત કૂલ ફંડિંગ ૧.૩૫ અબજ ડોલર સુધી પહોંચી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ યોજના કેન્દ્ર અને પ્રાંતો, બંને સ્તર પર સરકારી સંસાધનોને સારા ઉપયોગ અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે. તેનો ઉદ્દેશ્ય એ ખાતરી કરવાનો છે કે વિકાસ સાથે જાેડાયેલી યોજનાઓનો ફાયદો સીધો સામાન્ય લોકો સુધી પહોંચી શકે.
મંજૂર કરવામાં આવેલી ૭૦ કરોડ ડોલરની રકમમાંથી ૬૦ કરોડ ડોલર સંઘીય કાર્યક્રમો માટે નક્કી કરી છે. તો વળી ૧૦ કરોડ ડોલર સિંધ પ્રાંતમાં ચાલનારા એક ખાસ કાર્યક્રમને સમર્થન આપવા માટે આપવામાં આવશે. આ અગાઉ ઓગસ્ટ મહિનામાં વર્લ્ડ બેન્કે પંજાબમાં પ્રાથમિક શિક્ષણ સુધાર માટે ૪.૭૯ કરોડ ડોલરનું અનુદાન પણ આપ્યું હતું. તેનાથી સ્પષ્ટ થાય છે કે બેન્ક શિક્ષણ અને પાયાની સેવાઓને મજબૂત કરવા પર સતત ભાર આપી રહ્યું છે.
વર્લ્ડ બેન્કના પાકિસ્તાની કંટ્રી ડાયરેક્ટર બોલોરમા અમગાબાઝારે કહ્યું કે પાકિસ્તાનને સમાવેશી અને ટકાઉ વિકાસના રસ્તા પર આગળ વધારવા માટે ઘરેલૂ સંસાધનોને પ્રોત્સાહન અને તેમનું યોગ્ય અને પારદર્શી ઉપયોગ કરવો જરુરી છે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમ દ્વારા સંઘીય સરકાર અને સિંઘ સરકાર સાથે મળીને સ્કૂલો અને ક્લિનિકો માટે સ્થિર ફંડિંગ, વધારે ન્યાયસંગત ટેક્સ સિસ્ટમ અને સારી ડેટા સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. જેનાથી લોકોનો વિશ્વાસ વધારે મજબૂત થઈ શકે.




