
વર્ગ-૩ની ભરતી પરીક્ષાની પદ્ધતિ બદલાઈ.તાંત્રિક અને બિન-તાંત્રિક પરીક્ષાઓના માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યા.આગામી તમામ વર્ગ-૩ની ભરતી પરીક્ષાઓ આ નવા સુધારા મુજબ લેવામાં આવશે.ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તાંત્રિક અને બિન-તાંત્રિક પરીક્ષાઓના માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઘણા લાંબા સમયથી પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો જે બાદ ૧૬ ડિસેમ્બરના રોજ સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવા ગુણભાર સાથેની વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે. આગામી તમામ વર્ગ-૩ની ભરતી પરીક્ષાઓ આ નવા સુધારા મુજબ લેવામાં આવશે.
આ માળખા પ્રમાણે પરીક્ષાના પ્રશ્નપત્રને બે ભાગમાં જ રાખવામાં આવ્યું છે. અગાઉ ભાગ-મ્ માટે જે ૧૫૦ ગુણ નિર્ધારિત હતા, તેમાં ઘટાડો કરીને હવે તેને ૧૨૦ ગુણ કરી દેવાયા છે. જેથી હવે પરીક્ષાની તૈયારી કરતા હજારો ઉમેદવારોને પોતાની રણનીતિ બદલવી પડશે. આ નવા ફેરફાર મુજબ, હવે પાર્ટ છમાં ૯૦ ગુણ રહેશે જેમાં તાર્કિક કસોટી, ગાણિતિક કસોટીના ૩૦-૩૦ ગુણ તેમજ બંધારણ, વર્તમાન પ્રવાહો અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણના ૩૦ હશે, પાર્ટ મ્માં સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા ૧૨૦ ગુણ પ્રશ્નો હશે. પાર્ટ છમાં પહેલા ૬૦ ગુણ હતા જે હવે ૯૦ ગુણ રહેશે. સાથે એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ૦૮/૧૧/૨૦૨૩ના ઠરાવોની અન્ય જાેગવાઇઓ યથાવત રહેશે.આ સુધારાની મહત્વની વાત એ છે કે ભાગ-મ્ માં જે-તે જગ્યાને સંબંધિત ટેકનિકલ અથવા ઉપયોગી વિષયો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે, જેથી ઉમેદવારની જે-તે વિષય પ્રત્યે ચોકકસતા માપી શકાય, અગાઉની પદ્ધતિમાં ભાગ-મ્ ના ૧૫૦ ગુણ હોવાથી પરીક્ષા લાંબી અને સમય માંગી લેતી હતી, પરંતુ હવે ગુણભારમાં ઘટાડો કરીને તેને વધુ તાર્કિક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.




