
અમેરિકામાં પગદંડો જમાવવા ચીનની ચાલ.ડોલરિયા દેશમાં ‘સરોગસી’ દ્વારા બાળકોની ફોજ ઊભી કરાઈ રહી છે.અમેરિકામાં છેલ્લા થોડા વર્ષોમાં ચીને શરૂ કરેલી એક વિવાદાસ્પદ પ્રવૃત્તિની ગંભીરતાથી નોંધ લેવાઈ રહી છે.અમેરિકામાં છેલ્લા થોડા વર્ષોમાં ચીને શરૂ કરેલી એક વિવાદાસ્પદ પ્રવૃત્તિની ગંભીરતાથી નોંધ લેવાઈ રહી છે. ચીનનો અતિ ધનિક વર્ગ અમેરિકામાં સરોગસી દ્વારા સેંકડો બાળકોને જન્મ આપી રહ્યો છે. આ પ્રવૃત્તિને ‘રાજવંશ નિર્માણ’ની ચીનની ચાલ તરીકે જાેવાઈ રહી છે કારણ કે, ચીનમાં જન્મદર ઘટી રહ્યો છે અને વૃદ્ધોની વસ્તી વધી રહી છે. અમેરિકાના સરોગસી સંબંધિત કાયદાનો લાભ લઈને ચીનનો એક-એક શ્રીમંત ૧૦૦થી વધુ બાળકોનો જૈવિક પિતા બની રહ્યો છે, જેના કારણે સામાજિક, નૈતિક અને રાજકીય પ્રશ્નો ઊભા થયા છે.
સૌથી પહેલા સરોગસી વિશે જાણીએ સરોગસી એક પ્રકારની બાળકને જન્મ આપવાની એક મેડિકલ પ્રોસેસ કે ટેક્નોલોજી છે. તે અંતર્ગત એક સ્ત્રી (સરોગેટ માતા) બીજી વ્યક્તિ કે યુગલના ભ્રૂણને પોતાના ગર્ભાશયમાં ધારણ કરીને બાળકને જન્મ આપે છે. સાદી ભાષામાં કહીએ તો સરોગસી એટલે નાણાં લઈને ગર્ભાશય ભાડે આપવું. સરોગસીના બે મુખ્ય પ્રકાર છે.
૧) પરંપરાગત સરોગસી: આમાં સંતાન ઈચ્છતા પુરુષના શુક્રકોષ સરોગેટ સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરીને સ્ત્રીના અંડકોષનું ફલન કરાય છે, જેને લીધે સરોગેટ સ્ત્રી જન્મ લેનારા બાળકની બાયોલોજિકલ મધર (જૈવિક માતા) ગણાય છે.
૨) ગેસ્ટેશનલ સરોગસી: આમાં સંતાન ઈચ્છુક સ્ત્રી-પુરુષના અંડકોષ અને શુક્રકોષ લઈને લેબોરેટરીમાં ૈંફહ્લ પદ્ધતિ દ્વારા ભ્રૂણ વિકસાવાય છે. ત્યાર પછી એ ભ્રૂણ સરોગેટ સ્ત્રીના ગર્ભમાં રોપાય છે, જેને લીધે સરોગેટ સ્ત્રી જન્મ લેનારા બાળકની બાયોલોજિકલ મધર (જૈવિક માતા) ગણાતી નથી.
ચીને વસ્તી વધારો અટકાવવા ૧૯૭૯માં ‘વન-ચાઇલ્ડ પોલિસી’ લાગુ કરી હતી, જેને લીધે વસ્તી વૃદ્ધિ પર અંકુશ તોઆવ્યો, પણ સમય જતાં એના માઠા પરિણામો પણ ભોગવવા પડ્યાં. ફક્ત એક જ સંતાન પેદા કરવાની છૂટ હોવાથી ચીની દંપતી દીકરી હોય તો ગર્ભપાત કરાવી નાંખતાં. સૌને દીકરો જ જાેઈતો હતો. આ કારણસર ત્યાં છોકરાઓની તુલનામાં છોકરીઓની સંખ્યા ખૂબ ઘટી ગઈ. વૃદ્ધોની વસ્તી સતત વધતી ગઈ. ‘એક જ બાળ’ નીતિને લીધે કામ કરી શકે એવા યુવાનોની સંખ્યામાં દેશવ્યાપી ઘટાડો જણાયો.
આ સમસ્યાથી છુટકારો મેળવવા સરકારે ૨૦૧૬માં ‘ટુ-ચાઇલ્ડ પોલિસી’ લાગુ કરી, પરંતુ ઝાઝો ફાયદો ન થયો. એટલે ૨૦૨૧માં ‘થ્રી-ચાઇલ્ડ પોલિસી’ લાદીને ત્રણ બાળકો પેદા કરવાની છૂટ અપાઈ, પરંતુ ત્યારે જમાનો બદલાઈ ગયો હતો. યુવા વર્ગ ૩ બાળકોનો ખર્ચ કે જવાબદારી લેવા તૈાયર ન હતો. કારકિર્દીનું દબાણ પણ રહેતું અને જીવનશૈલી પણ બદલાઈ હતી. પરિણામે યુવા દંપતીઓને વધુ બાળકો જ નહોતા જાેઈતા. ૩૫ વર્ષ સુધી લાગુ કરાયેલી ‘વન-ચાઇલ્ડ પોલિસી’ને લીધે છોકરીઓની વસતી ઘટતા છોકરાઓને લગ્ન કરવા પણ છોકરી નહોતી મળતી. આ તમામ કારણોસર ચીનમાં વસ્તી ઘટાડાની સમસ્યા સર્જાઈ.
ચીનમાં ૨૦૦૧થી સરોગસી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. સરકારનું માનવું છે કે, સરોગસીમાં ગરીબ સ્ત્રીઓનું શોષણ થાય છે, નૈતિક સંકટ હોય છે અને પારિવારિક મૂલ્યોને ધક્કો પહોંચે છે. ચીનમાં આ પ્રથા પ્રતિબંધિત છે, પણ અમેરિકાના કેલિફોર્નિયા જેવા કેટલાક રાજ્યોમાં તે કાયદેસર છે. કાયદેસર તો ઠીક, એક સ્થાપિત ઉદ્યોગ છે.
અમેરિકામાં નક્કી કરેલા નાણાં લઈને બાળકો પેદા કરી આપતી સરોગસી એજન્સીઓ, અંડકોષ આપનારી મહિલાઓ અને ૈંફહ્લ ક્લિનિકોની સુવિધા ઉપલબ્ધ છે, જેનો લાભ ચીની ધનિકો ઉઠાવી રહ્યા છે. એક બાળક માટેનો ખર્ચ ભારતીય રૂપિયામાં ૧ કરોડથી વધુ પહોંચી શકે છે.
અમેરિકામાં ‘બર્થરાઇટ સિટિઝનશિપ’ (જન્મસિદ્ધ નાગરિકતા)નો કાયદો છે, જે મુજબ અમેરિકન ભૂમિ પર જન્મેલું બાળક આપમેળે અમેરિકન નાગરિક બની જાય છે. આવા બાળકના વિદેશમાં રહેતાં માતા-પિતા પણ ભવિષ્યમાં ગ્રીન કાર્ડ અને અમેરિકન નાગરિકતા મેળવવા-પાત્ર બની શકે છે. આ કાયદાકીય લાભ ચીનના ધનિકો માટે મોટું આકર્ષણ છે, જેથી ચીની નાગરિકો અમેરિકાની સરોગસી સેવાઓનો ઉપયોગ કરીને તેમના બાળકો અમેરિકામાં પેદા કરી રહ્યા છે.
આ સંજાેગોમાં સર્જાયો છે, નાણાંનો ખેલ. ચીનના ધનિકો અમેરિકાની સરોગસી એજન્સીઓનો સંપર્ક કરીને બાળકનો ‘ઓર્ડર’ આપે છે. સરોગસીની બે પૈકી કોઈ એક પદ્ધતિથી ચીની દંપતી માટે અમેરિકાની ધરતી પર બાળક પેદા કરાય છે. ચીની માતાપિતા મબલક નાણાં ખર્ચીને તેમના અમેરિકન બાળકના ઉછેરની વ્યવસ્થા કરી દે છે અને ઈચ્છા થાય ત્યારે ટુરિસ્ટ વિઝા પર એને મળવા જાય છે. લાંબે ગાળે તેઓ અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરે છે અને વખત જતાં અમેરિકાના નાગરિક બની પણ જાય છે.




