
સપા સરકારમાં લાઇસન્સ આપવામાં આવ્યા : યોગી.યુપી વિધાનસભામાં કોડીન સિરપ પર ભારે હંગામો.યોગી આદિત્યનાથે કહ્યું કે, કોડીન સિરપ યુપીમાં બનાવવામાં આવતી નથી, કફ સિરપને કારણે યુપીમાં કોઈ મોત થયા નથી.સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ આજે યુપી વિધાનસભામાં કોડીન સિરપ પર હંગામો મચાવ્યો હતો, જેના પર સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, કોડીન સિરપ યુપીમાં બનાવવામાં આવતી નથી, કફ સિરપને કારણે યુપીમાં કોઈ મોત થયા નથી, અને યુપીના સૌથી મોટા જથ્થાબંધ વેપારીને સપા સરકાર દરમિયાન લાઇસન્સ આપવામાં આવ્યું હતું.
આ બાદ આદિત્યનાથે કહ્યું કે, દેશમાં બે નમૂના છે, એક દિલ્હીમાં અને એક અહીં. દિલ્હીમાં લોકો મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિદેશ ભાગી જાય છે, અને બબુઆ પણ આવું જ કરશે, લંડન ભાગી જશે. યોગીના નિવેદનથી રાજકીય હોબાળો મચી ગયો હતો, અને વિધાનસભા ગ્રુહમાંથી સપાએ વોકઆઉટ કર્યું હતું.
આ નિવેદન બાદ, વિપક્ષના નેતા માતા પ્રસાદ પાંડેએ કહ્યું કે, ગૃહના નેતા (યોગી) ક્યારેક એવા શબ્દોનો ઉપયોગ કરે છે, જે તેમના પદને શોભતા નથી. સપાના ધારાસભ્યોએ આનો વિરોધ કર્યો, જ્યારે સંસદીય બાબતોના મંત્રી સુરેશ ખન્નાએ કહ્યું કે, જ્યારે ઉત્તર પ્રદેશમાં એક પણ મૃત્યુ થયું નથી, ત્યારે વિપક્ષ વારંવાર મૃત્યુ વિશે વાત કરી રહ્યું છે. વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ કહ્યું કે, મુખ્યમંત્રીએ કોઈનું નામ લીધું નથી. એવી જ રીતે કે, એક નેતા “સરકાર ચોર છે, ચોર” ના નારાઓ લગાવી રહ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટરે પૂછ્યું કે, તે સરકારને ચોર કેવી રીતે કહી શકે. તેમણે જવાબ આપ્યો કે, તેમણે કોઈ નામનો ઉલ્લેખ કર્યો નથી, જેના પર ઇન્સ્પેક્ટરે જવાબ આપ્યો કે, તમે એવી રીતે બોલી રહ્યા છો જાણે અમને ખબર નથી કે ચોર કોણ છે.”
ઉધરસની સિરપ અંગે, યોગીએ વધુમાં કહ્યું કે, સરકારને નકલી દવાઓથી થતા મૃત્યુ વિશે કોઈ માહિતી મળી નથી. ઉત્તર પ્રદેશમાં કોડીનના ફક્ત સ્ટોકિસ્ટ અને જથ્થાબંધ વેપારીઓ છે. તે અહીં બનાવવામાં આવતી નથી. મૃત્યુ અન્ય રાજ્યોમાંથી આવ્યા છે, અને મૃત્યુ તમિલનાડુમાં ઉત્પાદિત કફ સિરપ સાથે જાેડાયેલા છે.




