Beauty Tips : દરેક સ્ત્રી સુંદર અને જાડા વાળ ઈચ્છે છે, તે માટે મહિલાઓ રેગ્યુલર વાળમાં તેલની માલિશ ખૂબ જ જરૂરી છે. હેયર ઓઇલ કરવુંએ હેયર કેરનું સૌથી અગત્યનું પાસું છે. તે તમારા વાળને પોષણ છે વાળને કાળા રાખવામાં અને હેયરફોલની સમસ્યાથી બચાવે છે. હેયર ઓઇલ રેગ્યુલર કરવાથી વાળના વિકાસને પ્રોત્સાહન ન નહીં પરંતુ માથાની ચામડીને પણ પોષણ આપે છે. આ સિવાય વાળમાં તેલ લગાવવાથી ઘણા ફાયદા થાય છે. પરંતુ, ખરેખર અઠવાઈડયામાં કેટલી વાર વાળમાં તેલ લગાવવું જોઈએ? અહીં જાણો
અઠવાડિયામાં કેટલી વાર વાળમાં તેલ લગાવવું જોઈએ?
અઠવાડિયામાં ઓછામાં ઓછા બે થી ત્રણ વખત વાળમાં તેલ લગાવો. તે જતાં વાળને ભેજયુક્ત રાખે છે અને હેયર ગ્રોથ કરે છે. આ સિવાય વાળ ખરતા નથી. જો તમારા વાળ શુષ્ક હોય તો ત્રણથી ચાર વખત તેલ લગાવો. જો તૈલી વાળ હોય તો બે વાર તેલ લગાવો. જો તમારા વાળ સામાન્ય હોય તો અઠવાડિયામાં 2 થી 3 વાર તેલ લગાવો.
આ બાબતોનું ધ્યાન રાખો
- શેમ્પૂ કરતા પહેલા હેયર ઓઇલ કરો : શેમ્પૂ કરતા પહેલા વાળમાં તેલ લગાવવું બે રીતે કામ કરે છે. તે શેમ્પૂ કરતા પહેલા વાળને પોષણ આપે છે અને મોઇશ્ચરાઇઝ કરે છે. બીજું, તેલ લગાવ્યા પછી વાળ ધોવામાં આવે તો વાળ ખરતા નથી.
- ગંદા હેયર ઓઇલ કરવાનું ટાળો : તેલ લગાવતા પહેલા તમારી સ્કેલ્પને ક્લીન કરવાનું ભૂલશો નહિ. ગંદા વાળમાં તેલ લગાવવાથી ડેન્ડ્રફ થાય છે અને આ લાંબા સમય સુધી ચાલે છે. તેથી તેલ ફક્ત સ્વચ્છ સ્કેલ્પ પર જ લગાવવું જોઈએ.
- ગરમ તેલ લગાવો : જયારે તમે તેલ લગાવતા હોવ તો તે પહેલા હંમેશા તેલને થોડું ગરમ કરો અને પછી લગાવો. વાળમાં હુંફાળું તેલ લગાવવાથી ન માત્ર મૂળને પોષક તત્વો મળે છે, પરંતુ તે વાળને સ્વસ્થ પણ બનાવે છે.
- જો તમે હેયર ગ્રોથ ઈચ્છો છો તો તમે તમારા વાળમાં ગરમ તેલ લગાવી શકો છો. આમ કરવાથી વાળ ઝડપથી વધે છે. આ સાથે તે ડેન્ડ્રફની સમસ્યામાં પણ રાહત આપે છે.