
રસ્તા પર ઊતરશે કોંગ્રેસ, સરકારનો કરશે વિરોધ.૫ જાન્યુઆરીથી મનરેગા બચાઓ આંદોલન શરૂ થશે.કોંગ્રેસ નેતાઓનો આરોપ છે કે VB-G RAM G Act, 2025 દ્વારા સરકારે મનરેગાના અધિકાર આધારિત ઢાંચાને ખતમ કરી નાખ્યો છ.કોંગ્રેસ વર્કિંગ કમિટીની દિલ્હીમાં મહત્ત્વની બેઠક બાદ પાર્ટીએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે પાર્ટી ૫ જાન્યુઆરી ૨૦૨૬થી દેશભરમાં મનરેગા બચાઓ આંદોલન શરુ કરશે. આ આંદોલન વિકસિત ભારત ગેરેન્ટી રોજગાર અને આજીવિકા યોજના એટલે કે ફમ્-ય્ ઇછસ્ ય્ છષ્ઠં, ૨૦૨૫ વિરુદ્ધ હશે.
ખડગેએ પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે મનરેગા ખાલી એક યોજના નથી, પણ સંવિધાનમાં મળેલા કામનો અધિકાર છે. તેને નબળું કરવા અથવા નામ બદલવું ગરીબો, મજૂરો અને ગ્રામિણ ભારત પર સીધો હુમલો છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે આ લડાઈમાં સમગ્ર વિપક્ષનો સાથ અને આંદોલન ગામડે ગામડે સુધી લઈ જવામાં આવશે.
કોંગ્રેસ નેતાઓનો આરોપ છે કે VB-G RAM G Act દ્વારા સરકારે મનરેગાના અધિકાર આધારિત ઢાંચાને ખતમ કરી નાખ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ર્નિણય ગરીબોના હક પર હુમલો છે અને તેનાથી દેશની જનતાને ડાયરેક્ટ તકલીફ થશે.તેમના જણાવ્યા અનુસાર, આ પગલું સંઘીય ઢાંચા વિરુદ્ધ છે અને તેનાથી સત્તાનું કેન્દ્રીકરણ થશે.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આ ર્નિણય ડાયરેક્ટ પીએમઓમાંથી લેવામાં આવ્યો છે, જેમાં ન મંત્રીઓની સલાહ લીધી છે ન કેબિનેટમાં તેની ચર્ચા કરી છે. તેમણે તેને વન મેન શો ગણાવતા કહ્યું કે સરકાર અમુક ગણ્યાગાંઠ્યા અબજાેપતિઓના ફાયદા માટે ર્નિણયો લઈ રહી છે. જેનું નુકસાન ગ્રામિણ અર્થવ્યવસ્થાને થશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મનરેગા કોઈ સામાન્ય યોજના નથી, પણ આ અધિકાર આધારિત કોન્સેપ્ટ હતો. તેનાથી કરોડો લોકોને ન્યૂનતમ મજૂરી અને રોજગારની ગેરેન્ટી મળતી હતી. આ પંચાયતી રાજ વ્યવસ્થાને મજબૂત કરવા અને ડાયરેક્ટ ગ્રામિણ પરિવારોને ટેકો આપવાનું માધ્યમ હતું.




