
કાતિલ ઠંડીમાં પ્રવાસીઓની ભારે ભીડ.માઉન્ટ આબુની હોટલોમાં ભાડુ સાતમા આસમાનેહવે ૩૧ ડિસેમ્બર પણ નજીક છે, જેને લઈને મોટા પ્રમાણમાં પ્રવાસીઓ માઉન્ટ આબુ ફરવા માટે ગયા છે.માઉન્ટ આબુમાં એકબાજુ કાતિલ ઠંડી પડી રહી છે અને બીજી તરફ મોટી સંખ્યામાં ગુજરાતીઓ ફરવા માટે જઈ રહ્યા છે. જેમાં આ ભીડ નાતાલ અને ૩૧ ડિસેમ્બરની ઉજવણીને લઈને અહીંયા જાેવા મળી રહી છે.
ડિસેમ્બરના અંતિમ દિવસોમાં માઉન્ટ આબુનો નજારો કંઈક અલગ જ જાેવા મળી રહ્યો છે. ગુજરાતીઓ માટે પ્રવાસના આકર્ષણનું કેન્દ્ર માઉન્ટ આબુમાં હાલ હાડ થિજવતી ઠંડી પડી રહી છે. જેને લઈને લોકો વધારે ત્યાં ફરવા માટે જઈ રહ્યા છે.
ઘણા બધા લોકો એવા છે કે જેઓ શનિ-રવિની રજાઓમાં માઉન્ટ આબુમાં ફરવા માટે જતા હોય છે. જાેકે આ વખતે તો શનિ-રવિની રજાની સાથે હવે ૩૧ ડિસેમ્બર પણ નજીક છે. જેને લઈને મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ત્યાં ફરવા માટે ગયા છે.
જાેકે ફરવાની સાથે અહીંયા કાતિલ ઠંડીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
વહેલી સવારે અહીંયા કાર ઉપર બરફના થર જામેલા જાેવા મળી રહ્યા છે. જાેકે તેમ છતાં જાણે કે પ્રવાસીઓ આ કાતિલ ઠંડીની મોજ લઈ રહ્યા હોય તેવો માહોલ જાેવા મળી રહ્યો છે.
૨૫ ડિસેમ્બર નાતાલથી લોકોની ભીડ અહીંયા જાેવા મળી રહી છે. લોકો મિત્રો અને પરિવાર સાથે મોટા પ્રમાણમાં અહીંયા ફરવા માટે આવી રહ્યા છે. જેને લઈને અહીંયાનો માહોલ અત્યારે કંઈક અલગ જ જાેવા મળી રહ્યો છે. લોકો પરિવાર અને મિત્રો સાથે અહીંયા મોજ કરતા નજરે પડી રહ્યા છે.
મોટી સંખ્યામાં લોકોએ અહીંયા પહેલાથી હોટલોના રૂમ બુક કરાવી લીધા છે. સાથે જ જે પણ હોટલોના રૂમ ખાલી છે ત્યાં ભાડું ડબલ કરતા પણ વધારે છે. તેમ છતાં લોકો અહીંયા મોજથી ફરવા માટે આવી રહ્યા છે. ૨૦૨૫ના અંતની ઉજવણી તો જાણે માઉન્ટ આબુમાં જ જાેવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસોમાં પણ ગુજરાતીઓ મોટી સંખ્યામાં આબુ ફરવા જતા હોય છે. આ સિવાય શનિ-રવિની રજાઓમાં પણ માઉન્ટ આબુનો પ્લાન લોકો કરતા હોય છે. જાેકે હાલ ૩૧ ડિસેમ્બર અને નાતાલને લઈને મોટા પ્રમાણમાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓની ભીડ જામેલી છે.




