
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આપણે ઘણીવાર કહીએ છીએ કે નામ મેં ક્યાં રખ્ખા હૈ લેકીન નામ મેં બહુત કુછ રખા હૈ. અને એવું જ કંઈક રાજસ્થાન સરકારે કરી બતાવ્યું છે.
જે રીતે દેશના અન્ય રાજ્યમાં નામ બદલવાનો પવન ફૂંકાઈ ને નામો બદલવામાં આવ્યા છે એ જ રીતે હવે રાજસ્થાન સરકાર પણ ચાલી રહી હોય એમ તાજેતરમાં જ રાજસ્થાન સરકારે ત્રણ શહેરો ના નામ બદલ્યા છે. માઉન્ટ આબુ હવે આબુરાજ, કામાં હવે કામવન અને જહાજપુર હવે યજ્ઞપુર તરીકે ઓળખાશે.
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વિધાનસભામાં જાહેરાત કરી હતી. સરકારે આ પ્રદેશની સંસ્કૃતિ અસ્મિતા અને ઐતિહાસિક ઓળખને પુનઃસ્થાપિત કરવાની દિશામાં આ મોટું પગલું ગણાવ્યુ છે.
સિરોહી જિલ્લામાં આવેલું રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઘણા વર્ષોથી રાજસ્થાન માટે જ નહીં દેશ વિદેશમાં પણ એક મુખ્ય પ્રવાસન આકર્ષણ રહ્યું છે. માઉન્ટ આબુ ને હિન્દીમાં આબુ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. આબુરાજ એની પ્રાચીન ઓળખ છે. જેને હવે માન્યતા આપવામાં આવી છે.
ભરતપુર જિલ્લામાં ધાર્મિક મહત્વ ધરાવતા કામા નું નામ બદલીને કામવન કરવામાં આવશે. કામાં બ્રજ પ્રદેશની સંસ્કૃતિ સાથે ઊંડે સુધી જોડાયેલું માનવામાં આવે છે.
ભીલવાડા જિલ્લામાં જહાજપુર એક ઐતિહાસિક શહેર છે. જે પ્રાચીન ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં ઊંડા મૂળ ધરાવે છે. સરકારનો દાવો છે કે આ શહેરનો સંબંધ પ્રાચીન યજ્ઞ પરંપરા અને ધાર્મિક માન્યતાઓ સાથે રહેલો છે. આથી આ નામકરણ કરવામાં આવ્યું છે.




