
બે સ્વદેશી મિસાઈલનું એકસાથે સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું.ડીઆરડીઓએ એક જ લોન્ચરથી ખૂબ જ ઓછા સમયના અંતરે એક પછી એક બે પ્રલય મિસાઈલો છોડી હતી.વર્ષના છેલ્લા દિવસે ભારતે ડબલ ધમાકો કર્યો છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ પોતાની તાકાત બતાવતા સ્વદેશી રીતે વિકસિત પ્રલય મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ કોઈ સાધારણ પરીક્ષણ નહોતું, પણ એક સાલ્વો લોન્ચ હતું, જેણે દુશ્મનોની છાવણીમાં ખળભળાટ મચાવી દીધો છે. ઓડિશાના તટ પર ડો. એપીજે અબ્દુલ કલામ દ્વીપથી લગભગ ૧૦.૩૦ કલાકે ભારતે આ કામ કરી બતાવ્યું છે. ડીઆરડીઓએ એક જ લોન્ચરથી ખૂબ જ ઓછા સમયના અંતરે એક પછી એક બે પ્રલય મિસાઈલો છોડી છે. બંને મિસાઈલોએ પોતાના નિશ્ચિત રસ્તાનું અનુસરણ કર્યું અને મિશનના તમામ ઉદ્દેશ્યો પૂરા કર્યા.
રક્ષા નિષ્ણાંતોની વાત માનીએ તો સાલ્વો લોન્ચનો મતલબ થાય છે, એક સાથે અથવા ખૂબ જ ઓછા અંતર પર કેટલાય હથિયારોનો હુમલો. આ પરીક્ષણમાં ડીઆરડીઓએ એક જ મોબાઈલ લોન્ચરથી બે મિસાઈલો બેક-ટુ-બેક ફાયર કરી. યુદ્ધની સ્થિતિમાં આ ટેકનિક ગેમ ચેન્જર સાબિત થાય છે. જ્યારે દુશ્મન તરફથી એક સાથે બે અથવા તેનાથી વધારે મિસાઈલ એક જ ટાર્ગેટ અથવા અલગ અલગ ટાર્ગેટ તરફ વધે છે, તો દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમ માટે એક સાથે તેને રોકવું લગભગ અશક્ય થઈ જાય છે. જાે દુશ્મન એક મિસાઈલને રોકવાની કોશિશ કરે તો બીજી મિસાઈલ પોતાનું કામ કરી નાખે છે. પ્રલયનો આ ડબલ એટેક દુશ્મનની છાવણીઓ, એરબેસ અને રણનીતિક ઠેકાણાને પળવારમાં તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે.
પ્રલય મિસાઈલ ભારતની આર્ત્મનિભરતાનું એક શાનદાર ઉદાહરણ છે. આ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિક પર આધારિત છે. તેની મુખ્ય ખાસિયત તેને દુનિયાની શાનદાર મિસાઈલોની કતારમાં રાખે છે. ક્વાસી-બેલિસ્ટિક મિસાઇલ : પ્રલય એક ક્વાસી-બેલિસ્ટિક મિસાઇલ છે. સરળ ભાષામાં કહીએ તો સામાન્ય બેલિસ્ટિક મિસાઇલો એક નિશ્ચિત માર્ગ પર જતી હોય છે, જેને દુશ્મનના રડારથી શોધવી સરળ હોય છે. પરંતુ પ્રલય જેવી ક્વાસી-બેલિસ્ટિક મિસાઇલ પોતાની ઉડાન દરમિયાન માર્ગ બદલી શકે છે. એટલે અંતિમ ક્ષણે દુશ્મનને ચકમો આપી શકે છે અને તેને નષ્ટ કરી શકે છે.
આવી મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરવી કે હવામાં જ તોડી નાંખવી ખૂબ જ મુશ્કેલ છે.
સોલિડ પ્રોપેલેન્ટ : આ મિસાઇલમાં સોલિડ પ્રોપેલેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યુદ્ધના મેદાનમાં લિક્વિડ ફ્યુઅલ વાળી મિસાઇલને ભરવામાં સમય લાગે છે, જ્યારે સોલિડ ફ્યુઅલ વાળી મિસાઇલ રેડી-ટુ-ફાયર સ્થિતિમાં હોય છે. એટલે તેને ખૂબ જ ઓછા સમયમાં લોન્ચ કરી શકાય છે, જે આક્રમક કાર્યવાહી માટે ખૂબ જ જરૂરી છે.
અચૂક નિશાન : પ્રલય મિસાઇલ અદ્યતન નેવિગેશન અને ગાઇડન્સ સિસ્ટમથી સજ્જ છે. તેમાં લાગેલા સેન્સર્સ અને કમ્પ્યુટર્સ તેને એકદમ ચોક્કસ નિશાન પર પહોંચવામાં મદદ કરે છે. ઓડિશા કિનારે થયેલા ટેસ્ટમાં ટ્રેકિંગ સેન્સર્સ અને ઇમ્પેક્ટ પોઇન્ટ પાસે રહેલા જહાજાેએ પુષ્ટિ કરી છે કે મિસાઇલોએ પોતાના લક્ષ્યને એકદમ ચોક્કસ રીતે ભેદ્યું છે.
વિવિધ વોરહેડ લઈ જવાની ક્ષમતા: આ મિસાઇલ જરૂરિયાત પ્રમાણે અલગ-અલગ પ્રકારના હથિયાર લઈ જઈ શકે છે. દુશ્મનનું ઠેકાણું કંક્રીટના બંકરમાં હોય કે ખુલ્લા મેદાનમાં તૈનાત સેના હોય, પ્રલય દરેક પ્રકારના લક્ષ્યને તબાહ કરી શકે છે.
આ પરીક્ષણ યૂઝર ઇવૈલ્યૂએશન ટ્રાયલ્સનો ભાગ હતો. તેનો મતલબ એ છે કે મિસાઈલનો વિકાસ પૂરો થઈ ચૂક્યો છે અને હવે સેના તેની પોતાની કસોટી પર પરખી રહી છે, જેથી તેને ઔપચારિક રીતે બેડામાં સામેલ કરી શકાય.
આ ઐતિહાસિક પરીક્ષણની સાક્ષી ખુદ ભારતીય વાયુસેના અને ભારતીય સેનાના પ્રતિનિધિ બન્યા. ડીઆરડીઓના અધ્યક્ષ ડો. સમીર વી. કામતે કહ્યું કે આ સફળતા દર્શાવે છે કે આ સિસ્ટમ હવે યુઝર્સ પાસે ઇંડક્શન માટે સંપૂર્ણપણે તૈયાર છે.




