
સાબરમતી–જૈસલમેર એક્સપ્રેસ પોકરણ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન શકે છે.ઉત્તર પશ્ચિમ રેલવેના જાેધપુર મંડળમાં રાયકા બાગ પેલેસ-જૈસલમેર સેકશનમાં જેઠા ચાંદન-થઈરાત હમીરા સ્ટેશનો વચ્ચે બ્રિજ નં.૧૭૦ અને જૈસલમેર-થઈરાત હમીરા સ્ટેશનો વચ્ચે બ્રિજ નં. ૧૭૯ પર એન્જિનિયરિંગ કાર્ય હેતુ ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન શકે છે.
•ટ્રેન સંખ્યા ૨૦૪૯૨ સાબરમતી–જૈસલમેર એક્સપ્રેસ ૦૬ અને ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ પોકરણ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. તેથી આ ટ્રેન પોકરણ અને જૈસલમેર વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.•ટ્રેન સંખ્યા ૨૦૪૯૧ જૈસલમેર–સાબરમતી એક્સપ્રેસ ૦૭ અને ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પોકરણ સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે. તેથી આ ટ્રેન જૈસલમેર અને પોકરણ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ડીસા અને લોરવાડા સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ફાટક નં. ૨૬ (કિમી ૨૮/૩-૪) ૦૭ જાન્યુઆરી ૨૦૨૬ થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધી (૪ દિવસ) અતિ આવશ્યક સમારકામ અને જાળવણી કાર્ય માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન માર્ગ ઉપયોગકર્તાઓ ચંડીસર–ડીસા વચ્ચે સ્થિત રેલવે ફાટક નં. ૨૫ (કિમી ૨૬/૮-૯) થી આવાગમન કરી શકે છે.




