
અમદાવાદની ઉદગમ અને મુક્તજીવન સ્કૂલની ઘટના.RTE હેઠળના વિદ્યાર્થીઓ સાથે મતભેદ કર્યાનો આક્ષેપ.આ મામલે ડીઈઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ વાલીઓ દ્વારા કરવામાં આવી છે.અમદાવાદની ઉદગમ અને મુક્તજીવન સ્કૂલ વિવાદમાં આવી છે અને RTE હેઠળના વિદ્યાર્થીઓ સાથે મતભેદ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વાલીઓ દ્વારા, સવારની પાળીમાં આવેલા RTE ના બાળકોને નો એન્ટ્રી આપવામાં આવતી હોવાની વાત સામે આવી છે.
આ બન્ને સ્કૂલોમાં વધુ ફી માટે દબાણ કરાતું હોવાનો વાલીઓનો આક્ષેપ છે અને જન સંવાદ પોર્ટલમાં ૨૦૦થી વધુ ફરિયાદ વાલીઓની આવી છે અને અન્ય જિલ્લાઓની સ્કૂલોમાં પણ મતભેદનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ડીઈઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ વાલીઓ દ્વારા કરવામાં આવી છે.
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગરીબ અને વંચિત બાળકો પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે હેતુથી દર વર્ષે RTE અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની પ્રક્રિયા કરવામાં આવે છે. RTE એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં ૧.૨૦ લાખ જ્યારે શહેરી વિસ્તારમાં ૧.૫૦ લાખની આવક મર્યાદા નક્કી કરવામા આવી છે અને આ માટે આવકનો પુરાવો અને જાે વાલી ઇન્કમટેક્સનુ રિટર્ન ફાઇલ કરતા હોય તો તેની કોપી પણ અપલોડ કરવી ફરજીયાત કરવામાં આવી છે.




