
વન વિભાગમાં ચિંતાની લહેર પ્રસરી.પાદરા પંથકમાં ૩ મગરોના મોતથી સનસનાટી મચી.પાદરામાં આમળા, મોભા અને સાદળ ગામે ૩ મગરોના શંકાસ્પદ મોત થયા છે વન વિભાગે તપાસ શરૂ કરી મગરોને પીએમ માટે ખસેડ્યા છે.વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગરોના રહસ્યમય રીતે મોતના સમાચાર સામે આવતા પશુ પ્રેમીઓ અને વન વિભાગમાં ચિંતાની લહેર પ્રસરી છે.
પાદરાના અલગ-અલગ ત્રણ ગામોમાં ત્રણ મગરોના શંકાસ્પદ મોત થતા અનેક સવાલો ઉભા થયા છે.
મળતી માહિતી મુજબ, પાદરાના આમળા, મોભા અને સાદળ ગામમાં મગરો મૃત હાલતમાં મળી આવ્યા હતા. એકસાથે ટૂંકા અંતરાલમાં ત્રણ મગરોના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગ દ્વારા ત્રણેય મૃત મગરોનો કબજાે મેળવી તેમને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. મગરોના મોત કુદરતી છે કે પછી કોઈ ઝેરી પદાર્થ અથવા અન્ય માનવસર્જિત કારણોસર થયા છે, તે પીએમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
વડોદરા જિલ્લો મગરોના વસવાટ માટે જાણીતો છે, ત્યારે પાદરાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા આ મોત પાછળ કોઈ શિકારની પ્રવૃત્તિ કે પ્રદૂષિત પાણી જવાબદાર છે કે કેમ તે દિશામાં વન વિભાગે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.




