
અઢી અઢી વર્ષ માટે મેયર પદની ભાજપ પાસે માંગ કરી છે. અને પોતાના કોર્પોરેટર્સને ફાઈવ સ્ટાર હોટલમાં ખસેડી દીધા છે. એક તરફ મુખ્યમંત્રી ફડણવીસ વિવાદ નથી તેવી હામ ભરી રહ્યા છે, પણ ઘટનાક્રમ બીજી તરફ ઈશારો કરી રહ્યું છે. કારણ કે મોકો જાેઈને ઉદ્ધવ ઠાકરે પણ કહ્યું કે, ‘જાે ભગવાનની ઈચ્છા હશે તો શિવસેના UBT જ મેયર બનશે‘. સંજય રાઉતે પણ લાભ ઉઠાવતા જણાવ્યું કે, ‘શિવસેના એકનાથ જૂથના ઘણા કોર્પોરેટર નથી ઇચ્છતા કે ભાજપનો મેયર બને, અમે ઘણાના સંપર્કમાં છીએ‘
એકનાથ શિંદેએ કોર્પોરેટર્સને હોટલમાં જેલની માફક કેદી બનાવીને રાખ્યા જે કાયદાકીય વ્યવસ્થા પર સવાલ ઊભા કરે છે, કોર્પોરેટર્સને ડર છે કે તેમનું અપહરણ થઈ શકે છે, તેમને તોડવામાં આવી શકે છે, તેવામાં શિંદેએ તેમને તાજ હોટલમાં બંધ કરી દીધા છે અને ત્યાં પોલીસ પહેરો લગાવી દીધો છે, આ ખૂબ જ ચિંતાજનક છે કોર્પોરેટર્સના અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.
શિવસેના ઉદ્ધવ જૂથના નેતાએ વધુમાં કહ્યું કે, ‘મારે અને મારા દોસ્તોએ તાજ હોટલમાં જવું છે, અમે ત્યાં જઈશું તો ગરબડ થઈ જશે, તો પણ અમે જઈશું, દાવો કરતાં કહ્યું, એકનાથ શિંદે જૂથના ઘણા કોર્પોરેટર અમારા સંપર્કમાં છે, કોણ ઈચ્છે છે કે મુંબઈમાં ભાજપનો મેયર બને? એકનાથ શિંદે પણ આવું નથી ઇચ્છતા‘ BMC માં સત્તાનું ગણિત:
કુલ બેઠક: ૨૨૭, બહુમતી: ૧૧૪, આમ તો, શુક્રવારે જાહેર થયેલા BMC ચૂંટણીના પરિણામોમાં મહાયુતિ ગઠબંધન(ભાજપ-શિવસેના શિંદે જૂથ)ને ૧૧૮ બેઠકો સાથે પૂર્ણ બહુમતી મળી છે.
-ભાજપ: ૮૯ બેઠકો
-શિવસેના (એકનાથ શિંદે): ૨૯ બેઠકો
-શિવસેના (ઉદ્ધવ ઠાકરે): ૬૫ બેઠકો
-કોંગ્રેસ: ૨૪ બેઠકો
-MNS (રાજ ઠાકરે): ૬ બેઠકો
-AIMIM:: ૮ બેઠકો
-NCP (શરદ પવાર): ૧ બેઠક
-NCP (અજિત પવાર): ૩ બેઠકો
હાલ સ્થિતિ એટલા માટે રોચક થઈ ગઈ છે કે ભાજપ મુંબઈમાં પોતાનો મેયર બેસાડવા માંગે છે જ્યારે શિવસેના (એકનાથ શિંદે) મેયર માટે અઢી અઢી વર્ષના ફોર્મ્યુલા પર અડી છે. જેથી મહાયુતિમાં પણ મેયર માટે હુતાતુંસી ચાલી રહી છે. બીજી તરફ જાે શિવસેના (ઉદ્ધવ ઠાકરે): ૬૫ બેઠકો, કોંગ્રેસ: ૨૪ બેઠકો, સ્દ્ગજી (રાજ ઠાકરે): ૬ બેઠકો, AIMIM : ૮ બેઠકા NCP (શરદ પવાર): ૧ બેઠક તેમજ સપા પાસે ૨ બેઠકો છે જેથી જાે મહા વિકાસ અઘાડી જાે મહાયુતિના કેટલાક કોર્પોરેટરો તોડી લે તો મહાવિકાસ અઘાડીનો પણ મેયર બની શકે છે. આ જ માટે હાલ મુંબઈ મહાનગરપાલિકા પર સત્તાની લડાઈમાં કાવાદાવા જાેવા મળી રહ્યા છે.




