
ભૂમિ પેડનેકરે ‘ધ રોયલ્સ’ની નિષ્ફળતા અંગે વાત કરી.મને આઘાત લાગ્યો અને થયું કે હું એક્ટિંગ કરી શકીશ? : ભૂમિ.મારી અંદર એવા વાસ્તવિક અનુભવ જ નહોતા બચ્યા, જેનો હું મારી એક્ટિંગમાં ઉપયોગ કરી શક.મે ૨૦૨૫માં રિલીઝ થયેલી ભૂમિ પેડનેકર અને ઇશાન ખટ્ટરની સિરીઝ ધ રોયલ્સમાં પોતાના અભિનય માટે ભૂમિ પેડનેકરને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તેની માનસિક સ્થિતિ પર એટલી ઉંડી અસર થઈ કે તેણે આ સિરીઝની નિષ્ફળતા પછી લાંબા સમયનો બ્રેક લેવો પડ્યો. લગભગ નવ મહિના સુધી ભૂમિ જાેવા મળી નહોતી. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ભૂમિએ જણાવ્યું કે આ આકરી ટીકા બાદ તે અંદરથી ભાંગી પડી હતી અને તેને આઘાત લાગી ગયો હતો. તેથી જ તેમણે અભિનયમાંથી નવ મહીનાનો બ્રેક લીધો.સિરીઝ હિટ હોવા છતાં તેને મળેલા પ્રતિસાદ વિશે વાત કરતાં ભૂમિએ સ્વીકાર્યું કે તેઓ અંદરથી ખાલી થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે ઘણું ટ્રોલિંગ થયું, તો સાથે કેટલીક ટીકાને હકારાત્મકતાથી પણ લીધી હતી. આ સમગ્ર અનુભવને કારણે ૨૦૨૫માં તેણે કેટલાક અઘરા ર્નિણયો લેવા પડ્યા હતા.ભૂમિએ કહ્યું, “એમાંનો એક ર્નિણય બ્રેક લેવાનો હતો. મેં તેની જાહેરાત કરી નહોતી, કારણ કે હું તેને મોટું સ્વરૂપ આપવા નહોતી માગતી.
હું ભાવનાત્મક રીતે સંપૂર્ણપણે થાકી ગઈ હતી. એક એક્ટર તરીકે, એક વ્યક્તિ તરીકે હું કોણ છું—‘ભૂમિ કોણ છે?’ એનો દૃષ્ટિકોણ જ ગુમાવી બેઠી હતી. એટલે મારે થોડું પાછળ હટવું પડ્યું. બધી જ ટીકાઓમાંથી મારે ખરો અવાજ શોધવાનો હતો, કે ખરેખર મારું હિતેચ્છુ કોણ છે. એટલે મેં બ્રેક લીધો. જૂન પછી હું કોઈ સેટ પર ગઈ નથી.”ભૂમિએ જણાવ્યું કે આ બ્રેક તેણે પોતાની મરજીથી લીધો હતો અને પોતાને માટેનો આ શ્રેષ્ઠ ર્નિણય સાબિત થયો. આ સમયગાળા દરમિયાન તેણે ફિલ્મો જાેઈ, પુસ્તકો વાંચ્યા, હાર્વર્ડમાં એક કોર્સ કર્યાે અને જીવનના અનુભવ મેળવવા માટે પ્રવાસ કર્યાે.તેણે વધુમાં કહ્યું, “મારી અંદર એવા વાસ્તવિક અનુભવ જ નહોતા બચ્યા, જેનો હું મારી એક્ટિંગમાં ઉપયોગ કરી શકું અને એ મને ડરાવતું હતું. મારી સૌથી મોટો ડર એ છે કે હું ક્યાંક મીડિયોકર ન બની જાઉં, મને લાગ્યું કે હું એ સ્તર પર પહોંચી જ ગઈ હતી. એ સ્વીકારી લેવું જરૂરી હતું અને નકારતા નહોતું રહેવું, કારણ કે મને ખબર છે કે હું શું કરી શકું છું. હું ખોવાઈ ગઈ હતી, એટલે મેં મારું જ કેટલુંક કામ ફરી જાેયું. મને થયું— શું હું ખરેખર એક્ટિંગ કરી શકું છું? શું મારી અંદર હજુ કોઈ અનુભવ બચ્યા છે?” ભૂમિએ ઉમેર્યું કે લોકો ધ રોયલ્સ જાેઈને ખુશ થયા એ વાતથી તે ખુશ છે, પરંતુ આકરી ટીકા તેને “હચમચાવી” ગઈ હતી.આ સિરીઝમાં ઇશાન ખટ્ટર, ઝીનત અમાન, સાક્ષી તન્વર, નોરા ફતેહી, વિહાન સમત, ડિનો મોરિયા અને મિલિંદ સોમન પણ મહત્વના રોલમાં છે. નેટફ્લિક્સ પર ઉપલબ્ધ આ સિરીઝની બીજા સીઝન પણ આવાવની છે.ભુમિ હવે પ્રાઇમ વિડિયોની આવનારી સિરીઝ દલદલમાં પોલીસ અધિકારીની ભૂમિકામાં જાેવા મળશે. અમૃત રાજ ગુપ્તાના દિગ્દર્શનમાં બનેલી આ સિરીઝ વિશ ધામિજાના બેસ્ટસેલર પુસ્તક ભેંડી બજાર પર આધારિત છે. મુખ્ય ભૂમિકામાં સમારા તિજાેરી અને આદિત્ય રાવલ છે. ઉપરાંત ગીતા અગ્રવાલ, ચિનમય માંડલેકર, આનંદ નારાયણ મહાદેવન, રાહુલ ભટ્ટ, સંદીપ કુલકર્ણી, શિવરાજ વાલ્વેકર, સંદેશ કુલકર્ણી અને જયા ભટ્ટાચાર્ય સહાયક ભૂમિકાઓમાં છે. આ સિરીઝ ૩૦ જાન્યુઆરીએ પ્રીમિયર થવાની છે.




