
SIR ની કામગીરીને લીધે સરકારનો ર્નિણયગુજરાતની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી ૬ મહિના સુધી સ્થગિત કરાઈમહેસૂલી તંત્ર વ્યસ્ત હોવાથી સહકારી મંડળીઓની ચૂંટણીનું આયોજન કરવું હાલના તબક્કે મુશ્કેલ છેરાજ્યમાં ચાલી રહેલી ‘SIR ‘ (Special Intensive Revision) ની મહત્ત્વની કામગીરીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા સહકારી ક્ષેત્રને લઈને એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની તમામ નિર્દિષ્ટ સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીઓ આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવી છે. સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર રાજ્યમાં SIR ની અત્યંત મહત્ત્વની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં મહેસૂલી તંત્ર વ્યસ્ત હોવાથી સહકારી મંડળીઓની ચૂંટણીનું આયોજન કરવું હાલના તબક્કે મુશ્કેલ છે. આથી, વહીવટી સરળતા ખાતર આ ર્નિણય લેવામાં આવ્યો છે.
જાહેરનામાની મુખ્ય વિગતો મુક્તિનો ગાળો: જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી આગામી ૬ મહિના સુધી.
કાયદાકીય જાેગવાઈ: ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, કલમ-૭૪(ગ) અને કલમ-૧૪૫(ક) થી (વ) ની જાેગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે.
કોને લાગુ પડશે?: એવી તમામ નિર્દિષ્ટ સહકારી મંડળીઓ જેની ચૂંટણી પ્રક્રિયા હાલ ચાલુ છે અથવા આગામી સમયમાં યોજાવાની હતી.
કોને આ મુક્તિ લાગુ પડશે નહીં? : જે સહકારી મંડળીઓની ચૂંટણી પ્રક્રિયા કોઈ ન્યાયિક હુકમ અથવા કોર્ટના ચુકાદા અંતર્ગત હાથ ધરવામાં આવી રહી હોય, તેવી મંડળીઓને આ મુક્તિ લાગુ પડશે નહીં. એટલે કે, ન્યાયિક આદેશ વાળી ચૂંટણીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. આ ર્નિણયથી રાજ્યના સહકારી માળખામાં અને ચૂંટણીની તૈયારી કરી રહેલા ઉમેદવારોમાં મોટી અસર જાેવા મળશે. મહેસૂલી તંત્ર હવે સંપૂર્ણપણે SIR ની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.




