Food News: દરરોજ સવારે બ્રેક ફાસ્ટ કરવો ખૂબ જ જરુરી છે, પરંતુ નાસ્તાનો સૌથી મોટો પ્રશ્નએ હોય છે કે રોજ સવારે હેલ્દી અને ટેસ્ટી શું બનાવું? તે અઘરો પ્રશ્ન હોય છે. તો શું તમે નાસ્તામાં કઇક હેલ્દી અને ટેસ્ટી ખાવા માંગો છો તો તમે ચણા અને પનીર સલાડ ખાઇ શકો છો. તે ખૂબ જ ટેસ્ટે અને હેલ્થ માટે ફાયદાકારક છે. તો આજે જ ટ્રાય કરો આ સુપર હેલ્દી ટેસ્ટી હાઇ પ્રોટીન ચણા પનીર સલાડ રેસીપી…
સામગ્રીઃ
- 1 કપ બાફેલા ચણા
- 100 ગ્રામ પનીર
- 1 નાની સમારેલી ડુંગળી
- 1 લીલું ઝીણુ સમારેલુ મરચું
- સમારેલા લીલા ધાણા
- લીંબુ સ્વાદમુજબ
- મીઠું સ્વાદ અનુસાર
બનાવવાની રીતઃ
- સૌથી પહેલા બાફેલા સફેદ છોલે ચણા ને એક કાણાવાળા બાઉલમાં લઇ બધુ પાણી તારવી લો.
- ત્યાર બાદ એક બાઉલમાં સમારેલી ડુંગળી, લીલુ મરચું, લીલા ધાણાને સમારીને મિક્સ કરો.
- હવે તેમાં પનીરના ટુકડા કાપીને તેની સાથે છોલે ચણા પણ મિક્સ કરો.
- હવે બધુ મિક્સ કરીને તેમાં લીંબુનો રસ અને મીઠું નાંખો.
- તમે મરી પાઉડર અને ચાટ મસાલો પણ નાંખી શકો છો. આ સલાડ માટે તમે છોલેના બદલે દેશી ચણાનો ઉપયોગ કરી શકો છો, આ સલાડમાં તમે ટામેટા, કાચી કેરી, ખીરા કાકડી, બીટ વગેરે ઉમેરી શકો છો.