
અગાઉ નકલી ઘી મુદ્દે થઈ હતી કાર્યવાહી.ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ વિભાગ દ્વારા દરોડા.આ કાર્યવાહી દરમિયાન શ્રી સેલ્સ નામના મુખ્ય ગોડાઉનમાંથી શંકાસ્પદ અને ભેળસેળવાળું ઘી ઝડપાયું હોવાની વિગતો સામે આવી છે.પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન શ્રી સેલ્સ નામના મુખ્ય ગોડાઉનમાંથી શંકાસ્પદ અને ભેળસેળવાળું ઘી ઝડપાયું હોવાની વિગતો સામે આવી છે. જાેકે આ કાર્યવાહીના ૨૦ કલાક વીતી ગયા બાદ પણ ભેળસેળ કરનારો વેપારી હાજર ન થતાં ગોડાઉન હજી સુધી ખોલવામાં આવ્યું નથી.
ગોડાઉનની બહાર ઘુમર નામના લખાણવાળી પટ્ટી જાેવા મળી હતી. આ જ ગોડાઉનમાં વેપારી ભેળસેળવાળો માલ રાખી રહ્યો હોવાનું મનાય છે. મહત્વપૂર્ણ છે કે આ વેપારી પર અગાઉ પણ ઘુમર નામે બનાવટી ઘી બનાવવા બદલ કાર્યવાહી થઈ ચૂકી છે. ગોડાઉનની અંદર કોલ્ડ રૂમની પણ વ્યવસ્થા હોવાથી શંકા છે કે અહીં મોટા પાયે ભેળસેળનો માલ સંગ્રહવામાં આવ્યો છે. ફૂડ વિભાગ હવે ભેળસેળવાળા ઘી અંગે કડક કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે.




